સરકાર દ્વારા સિવિલ સર્વિસીસને ડાઇવર્સીટીની નોકરીઓ રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવા છતાં હાઉસ ઓફ લોર્ડ્સ અને હાઉસ ઓફ કોમન્સે વાર્ષિક £70,000ના પગારથી નવા ડાઇવર્સીટી મેનેજરોની ભરતી કરવાની જાહેરાત કરી છે. અડધો ડઝન ક્વોન્ગો અને આર્મ-લેન્થ બોડીએ પણ કરદાતાના ભંડોળમાંથી પૂરા પાડવામાં આવતા મોટા પગારની ઇક્વાલીટી કર્મચારીઓ માટે સક્રિયપણે જાહેરાત કરી છે.
લોર્ડ્સ દ્વરા હેડ ઓફ ઇન્ક્લુઝન અને ડાઇવર્સીટી માટે વાર્ષિક £57,500થી £68,500નો પગાર ચૂકવવામાં આવશે. આ નોકરીમાં ઘરેથી અને પાર્લામેન્ટમાં રહીને ઇન્ક્લુઝન અધિકારીઓની ત્રણ-મજબૂત ટીમનું નેતૃત્વ કરવાનું રહેશે. દરમિયાન, કોમન્સ એક વરિષ્ઠ ઇન્ક્લુઝન અને ડાઇવર્સીટી મેનેજરને વાર્ષિક £56,180થી £66,497ના પગાર પર નિયુક્ત કરી રહ્યું છે જેનું ધ્યાન “જાતિ અને વંશીયતા પર” હશે.
આ અગાઉ ચાન્સેલર જેરેમી હંટે ‘બોક્સ-ટિકિંગ’ કલ્ચરનો અંત લાવવા આહ્વાન આપી આવી નોકરીઓ બંધ કરવા આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે સમાનતા, વિવિધતા અને સમાવેશ (EDI) પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ઉત્પાદકતામાં અવરોધ આવી રહ્યો છે. માનવામાં આવે છે કે આ અભિયાનને પરિણામે આગામી કેટલાક વર્ષોમાં આવી 10,000 જેટલી નોકરીઓ કાપવામાં આવશે.

            












