બોલીવૂડમાં કેટલાંક એવા કલાકારો જે સોશિયલ મીડિયાના શોખીન છે અને પોતાની યુટ્યૂબ ચેનલ ધરાવે છે. આ કલાકારો ફિલ્મોની સાથેસાથે યુટયૂબમાં પણ સક્રિય છે. આ પ્લેટફોર્મ પર ચાહકોની સંખ્યા પણ ઘણી વધુ છે. આ ચાહકો પોતાની પસંદગીના કલાકારો દ્વારા મુકવામાં આવેલી સામગ્રીને ખૂબ જ પસંદ કરે છે. જોકે, કેટલાંક કલાકારો તો લાંબા સમયથી આ પ્લેટફોર્મ પર સક્રિય નથી, છતાં પણ લોકો તેમના જૂના વીડિયો જોઈને ખુશી અનુભવે છે.
કાર્તિક આયર્નઃ 8 લાખ સબસ્ક્રાઈબર
કાર્તિક આર્યને 2019માં પોતાની યુટ્યૂબ ચેનલ શરૂ કરી હતી. દેશભરમાં લોક-ડાઉન લાદવાાં આવ્યું હતું ત્યારે તે પોતાની ચેનલ પર ખૂબ સક્રિય હતો. તે સમયે નાના વીડિયો અને મુલાકાત અપલોડ કરતો રહેતો. તેણે બનાવેલા બ્લોગને લોકો પસંદ કરતા હતા. તેની ચેનલના પણ લગભગ આઠ લાખ સબસ્ક્રાઈબર છે.
પ્રિયંકા ચોપરાઃ 7 લાખ સબસ્ક્રાઈબર
લગ્ન કરીને અમેરિકામાં સ્થાયી થયેલી યુવા અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તો અન્ય કલાકારોની સરખામણીમાં ઘણા સમય અગાઉ પોતાની યુટયૂબ ચેનલ બનાવી હતી. તે યુટ્યૂબના ક્ષેત્રમાં 2014થી કાર્યરત છે. જોકે અત્યારે આ ચેનલ પર પ્રિયંકા સક્રિય નથી. તેની ચેનલ પર સામાજિક સેવા અને એવોર્ડ શો સાથે સંકળાયેલા વીડિયો જોવા મળી શકે છે. તેની ચેનલના લગભગ 7 લાખ સબસ્ક્રાઈબર છે.
આલિયા ભટ્ટઃ 2. 44 મિલિયન સબસ્ક્રાઈબર
મહેશ ભટ્ટની પુત્રી અને રણબીર કપૂરની પત્ની આલિયા ભટ્ટ પાસે પોતાની યુટ્યૂબ ચેનલ છે. આલિયા તો સબસ્ક્રાઈબરના મુદ્દે કાર્તિક અને પ્રિયંકા કરતા ઘણી આગળ છે. તેની ચેનલના 2. 44 મિલિયન સબસ્ક્રાઈબર છે. આલિયાની ચેનલ પર ફિટનેસ બ્લોગ, સ્કીન-કેર રુટિન, તેના કેમ્પેઇન અને તેની ફિલ્મ સાથે જોડાયેલા વીડિયો જોવા મળે છે.
નોરા ફતેહીઃ 3.7 મિલિયન સબસ્ક્રાઈબર
નોરા ફતેહી તો યુટ્યૂબ પર ઘણી સક્રિય છે. તે થોડા થોડા સમયે વીડિયો અપલોડ કરતી રહે છે. તેનો છેલ્લો વીડિયો ફિલ્મ ‘મડગાંવ’ એક્સપ્રેસના ટ્રેલર સાથે જોડાયેલો હતો. તેના સબસ્ક્રાઈબર અન્ય કલાકારોની સરખામણીમાં ઘણા વધુ છે. નોરાના યુટ્યૂબના 3.7 મિલિયન સબસ્ક્રાઈબર છે. આ બાબતમાં તો તેણે આલિયાને પણ પાછળ રાખી દીધી છે. તેની ચેનલ પર ડાન્સના વીડિયો જોવા મળી શકે છે.












