ઇંગ્લેન્ડને રેસ રાયટ્સ નોર્ધર્ન આયર્લેન્ડને બેલફાસ્ટમાં પણ ફેલાયા હતા જેમાં તા. 5ની રાત્રે બેલફાસ્ટમાં સેન્ડી રોની નજીકના ડોનેગલ રોડ વિસ્તારમાં 50ના દાયકાના એક વ્યક્તિ પર ગઈકાલે રાત્રે હુમલો કરી લોકોના ટોળાએ ગંભીર રીતે ઘાયલ કરતા તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસ આ હુમલાને વંશીય રીતે પ્રેરિત અને નફરતના કારણે કરાયેલા હુમલા તરીકે વર્તે છે.

પોલીસ અહેવાલ મુજબ હુમલાખોરોએ તેના માથા પર લાતો મારી હતી અને તેની હાલત ગંભીર છે. બીજી તરફ પોલીસ અધિકારીઓ પર પણ કલાકો સુધી સતત હુમલો કરી પેટ્રોલ બોમ્બ, ઈંટો ફેંકવામાં આવી હતી. એક લેન્ડ રોવર કાર પર પેટ્રોલ નાંખી સળગાવી દેવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ બે એટેન્યુએટિંગ એનર્જી પ્રોજેક્ટાઇલ્સ (AEPs) છોડ્યા હતા. જેને કારણે એક તોફાનીના હાથ પર ઇજા થઇ હતી. 15 વર્ષના છોકરાની તોફાની વર્તનની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments