પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ડોર્સેટ પોલીસ અને એચએમ રેવન્યુ અને કસ્ટમ્સ સાથે કામ કરતા ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ અધિકારીઓએ બોર્નમથમાં આવેલ એક ઓફ લાયસન્સ શોપ પર દરોડા પાડી £200,000થી વધુ મૂલ્યની માત્ર 32 કિલોગ્રામ ગેરકાયદે રોલિંગ ટોબાકો, 145,740 સિગારેટ, 7,600 થી વધુ અનિયંત્રિત વેપ અને 10 કિલોથી વધુ ગેરકાયદેસર શીશા કબ્જે કર્યા હતા. માર્ચ, મે અને જુલાઇમાં સર્ચ દરમિયાન ટાઉન સેન્ટર, વોલિસડાઉન, વિન્ટન અને બોસકોમ્બના બાર ઓફ લાઇસન્સની મુલાકાત લેવામાં આવી હતી.

ઓપરેશનનું નેતૃત્વ કરતા BCP કાઉન્સિલે જણાવ્યું હતું કે ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ ઓફિસર્સ અને સ્નિફર ડોગ્સે છુપાવેલા સ્ટોર રૂમ અને છૂપા કેબિનેટ્સ શોધી કાઢ્યા હતા. આગામી મહિનાઓમાં બોર્નમથ, ક્રાઈસ્ટચર્ચ અને પૂલમાં વધુ સર્ચ કરાશે.

બોસકોમ્બના દરોડામાં, સ્નિફર ડોગની મદદથી ત્રણ ઓફ લાયસન્સમાંથી 6 કિલોથી વધુ ટોબાકા, 19,160 સિગારેટ અને 1,170 વેપ જપ્ત કરાયા હતા.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments