વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં કચ્છનાં ક્રીક એરિયામાં લક્કી નાળામાં બીએસએફ, આર્મી, નેવી અને એરફોર્સનાં બહાદુર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
તેમણે કહ્યું હતું કે, અમને આપણાં સુરક્ષા કર્મચારીઓ પર ગર્વ છે, જેઓ પ્રતિકૂળ સ્થળોએ દ્રઢતાપૂર્વક ઊભા છે અને આપણું રક્ષણ કરે છે. કચ્છનો ક્રીક વિસ્તાર હવામાનને કારણે પડકારજનક અને દૂરસ્થ બંને છે. તેની પાસે અન્ય પર્યાવરણીય પડકારો પણ છે. વડાપ્રધાને પણ ક્રીક વિસ્તારમાં પાણીમાં કાર્યરત બોર્ડર આઉટ પોસ્ટમાં જઈને બહાદુર સુરક્ષાકર્મીઓમાં મીઠાઈ વહેંચી હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments