પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સુરતની એક 23 વર્ષીય મહિલા શિક્ષિકા તેના 11 વર્ષના વિદ્યાર્થી સાથે ભાગી જતાં ચકચાર મચી હતી. બંનેએ ચાર દિવસમાં ચાર રાજ્યો પાર કરીને લાંબી મુસાફરી કરી હતી અને આખરે પોલીસે રાજસ્થાન સરહદ નજીક શિક્ષિકાની ધરપકડ કરી હતી. પોલીસે તેના પર અપહરણનો આરોપ મુકીને તપાસ કરતાં શિક્ષિકા ગર્ભવતી હોવાનો ખુલાસો થયો હતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બંને એક જ જગ્યાએ રહેતા હતા અને એકબીજાને 2-3 વર્ષથી ઓળખતા હતા. પોલીસની તપાસમાં શિક્ષિકાએ પાંચ મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું અને બાળકનો પિતા આ  વિદ્યાર્થીનું હોવાનું રટણ કર્યું હતું. શિક્ષિકાએ છેલ્લા એક વર્ષમાં વિદ્યાર્થી સાથે તેના ઘરે અનેક વખત શરીર સંબંધ બાંધ્યા હોવાની પણ કબૂલાત કરી હતી. વિદ્યાર્થીના મેડિકલ રિપોર્ટમાં પિતા બનવા સક્ષમ હોવાનું સામે આવ્યું હતું. શિક્ષિકા ગર્ભવતી હોવાનું જાણ્યા બાદ સમાજ નહીં સ્વીકારે તેમ માનીને બંને ઘરેથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો.

બંને સુરતથી વડોદરા, અમદાવાદ, જયપુર, દિલ્હી, વૃંદાવન ફર્યા હતા. આ દરમિયાન પણ તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. વિદ્યાર્થી શિક્ષિકા પાસે ત્રણ વર્ષથી ટ્યૂશન જતો હતો. શિક્ષિકા ઘણા સમયતી ટ્યૂશન કરાવતી હોવાથી શિક્ષિકા અને બાળક વચ્ચે નજીકના સબંધ કેળવાયા હતા અને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.

સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં 25 એપ્રિલે વિદ્યાર્થીનું અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. પુણા પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને શિક્ષિકા માનસી નાઈની શોધખોળ ચાલુ કરી હતી.

 

LEAVE A REPLY