(ANI Photo)

હવામાન વિભાગની 29મી સુધી રાજ્યસભામાં વરસાદની આગાહી વચ્ચે મંગળવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ થયો હતો. સોમવારે પણ અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. વરસાદથી છેલ્લા કેટલાકં દિવસોથી ગરમી અને ઉચ્ચ ભેજની સ્થિતિનો સામનો કરી રાજ્યના લોકોને રાહત મળી હતી. મંગળવારે મહુલા અને હાંસોટમાં આશરે અઢી ઇંચ વરસાદ થયો હતો અને રસ્તા પર પાણી ભરાયા હતા.

વડોદરા શહેરમાં સોમવારે સાંજે વાતાવરણમાં એકાએ પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે 40 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાયા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. મંગળવારે પણ વાદળા ગોરંભાયેલા રહ્યાં હતાં. વાતાવરણમાં બફારાનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું.

ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર બાદ વડોદરાની મુલાકાતે વડાપ્રધાન મોદી પધાર્યા હતા. પરંતુ તેમના આગમન પૂર્વે રાત્રે તડાકા ભડાકા સાથે તોફાની પવન સહિત ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. પરિણામે વિવિધ બે જગ્યાએ તેમના સ્વાગત મંચ પણ તૂટી પડ્યા હતા. ‘

ભારતીય હવામાન વિભાગે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં 29મે સુધી ભારે વરસાદ પડવાની આગાહી કરી કરી હતી. આ સમયગાળા દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. જોકે, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ સહિત કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.

IMD બુલેટિન મુજબ 28મેના રોજ સવારે 8:30 વાગ્યા સુધી નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાઓ તેમજ દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે.28મી મેના રોજ દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.૨૯ મે ના રોજ નવસારી, વલસાડ, તાપી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

LEAVE A REPLY