તેલંગાણાના હૈદરાબાદમાં શનિવારે આયોજિત ગ્રાન્ડ ફિનાલે ઇવેન્ટમાં થાઇલેન્ડની ઓપલ સુચાતા ચુઆંગશ્રીને મિસ વર્લ્ડ 2025નો તાજ જીતી હતી, જ્યારે ઇથોપિયાની હેસેટ ડેરેજે અદમાસુને ફર્સ્ટ રનર-અપ રહી હતી. ભારતની નંદિની ગુપ્તાએ 107 દેશોના કન્ટેસ્ટન્ટ્સ સાથે મુકાબલો કરીને ટોપ-20માં પહોંચી હતી, પરંતુ તે ટોપ-8માં પોતાના સ્થાન બનાવી શકી ન હતી.
મિસ વર્લ્ડ માટે ટોપ-4 થાઈલેન્ડ, માર્ટીનિક, ઈથોપિયા અને પોલેન્ડ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં ટોપ-4માં થાઈલેન્ડથી ઓપલ સુચાતા, ઇથોપિયાથી હાસેટ ડેરેજે, માર્ટીનિકથી ઓરેલી જો અને પોલેન્ડથી માજા ક્લાજ્દા સામેલ હતી.
સુચાતાને ચેક રિપબ્લિકની મિસ વર્લ્ડ ક્રિસ્ટીના પિસ્ઝકોવાએ તાજ પહેરાવ્યો હતો. મિસ વર્લ્ડ સ્પર્ધામાં થાઇલેન્ડની કોઇ સુંદરનો આ પહેલો વિજય છે.ભારતે અગાઉ છ વખત મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે, જેમાં માનુષી છિલ્લર છેલ્લી વિજેતા હતી.
ફિનાલની શરૂઆત ટોપ-40 કન્ટેસ્ટન્ટ્સ દ્વારા કલ્ચરલ રેમ્પ વોકથી થઈ હતી. જેમાં ભારતની નંદિની ગુપ્તા શો-સ્ટોપર રહી હતી. ભારતની નંદિની ગુપ્તાને ટોપ-8માં સ્થાન ન મળી શક્યું.
