(@MahuaMoitra via PTI Photo)

તૃણમૂલ કોંગ્રેસના 50 વર્ષના ફાયરબ્રાન્ડ સાંસદ મહુઆ મોઇત્રાએ જર્મનીમાં આયોજિત એક ખાનગી સમારોહમાં બીજુ જનતા દળના વરિષ્ઠ નેતા (BJD) પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા હતાં. બંનેના આ બીજા લગ્ન છે. ૧૯૭૪માં આસામમાં જન્મેલા મોઇત્રાએ ૨૦૧૦માં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઇને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલા તેમણે એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે પોતાના વ્યાવસાયિક જીવનની શરૂઆત કરી હતી. ૧૯૫૯માં જન્મેલા પિનાકી મિશ્રા એક અનુભવી રાજકારણી અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે.

મહુઆએ ત્રણ મેના રોજ પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા હતાં. પિનાકી બીજેડીમાંથી ચાર વખત સાંસદ રહી ચૂક્યા છે. મહુઆ મોઈત્રા પ્રથમ વખત 2019માં સાંસદ પદે ચૂંટાયા હતાં. હાલ તેઓ પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગરમાંથી સાંસદ છે.
મહુઆ મોઈત્રાનું અંગત જીવન અગાઉ પણ અનેક વખત ચર્ચામાં આવ્યું છે. મોઈત્રાએ અગાઉ ડેનમાર્કના ફાઈનાન્સર લાર્સ બ્રોરસન સાથે લગ્ન કર્યા હતાં. ત્યારબાદ તેમના છૂટાછેડાં થઈ ગયા હતાં. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી વકીલ જય અનંક દેહાદ્રઈ સાથે પ્રેમ સંબંધમાં હતાં. બાદમાં બંને છૂટા પડ્યા હતાં. પિનાકી મિશ્રાએ 1984માં સંગીતા મિશ્રા સાથે લગ્ન કર્યા હતાં. દિલ્હી યુનિવર્સિટીના સેન્ટ સ્ટિફન્સ કોલેજમાંથી અભ્યાસ કરનારા મિશ્રા બીજેડીના ધનિક નેતાઓ પૈકી એક છે. તેમને બે બાળકો છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments