(Photo by Stu Forster/Getty Images)

ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડે 14 સભ્યોની ટીમની ગુરુવારે જાહેરાત કરી હતી. ભારત સામેની પહેલી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમમાં જેમી ઓવરટનને આશ્ચર્યજનક રીતે પાછો બોલાવવામાં આવ્યો હતો, જ્યારે જેકબ બેથેલની વાપસી થઈ છે. ઈંગ્લેન્ડે ઝડપી બોલર ક્રિસ વોક્સ અને બ્રાયડન કાર્સેને પાછા બોલાવ્યા છે જે બંને ઈજાની સમસ્યાને કારણે સીઝનના શરૂઆતના ભાગમાં રમી શક્યા ન હતાં.

5 મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ 20 જૂનથી શરુ થશે. છેલ્લી મેચ 31 જુલાઈથી રમાશે. ટીમમાં યુવા ખેલાડીઓ સિવાય સીનિયર ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. બેન સ્ટોક્સને આ સિરીઝ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ ગુસ એટકિન્સનને પહેલી ટીમમાં સ્થાન મળ્યું નથી. હાલમાં જ રમાયેલી ઝિમ્બાબ્વે સામેની એક મેચની ટેસ્ટ સિરીઝમાં ગુસ એટકિન્સન ઈજાગ્રસ્ત થયો હતો. ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સે, જેકબ બેથલ અને ક્રિસ વોક્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટની સિરીઝનો 20મીથી લીડ્ઝ ખાતે પ્રારંભ થશે. જોકે આ ટીમ માત્ર પ્રથમ ટેસ્ટ માટેની જ રહેશે ત્યાર બાદ તેમાં ફેરફાર થઈ શકે તેમ છે.

36 વર્ષીય ક્રિસ વોક્સ અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડ માટે 57 ટેસ્ટ રમી ચૂક્યો છે જેમાં તેણે 1970 રન આપીને 181 વિકેટ ઝડપી છે. 2018માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્ઝ ખાતે રમાયેલી ટેસ્ટમાં વોક્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બંને દાવમાં મળીને ભારતની ચાર વિકેટ ખેરવવા ઉપરાંત ઇંગ્લેન્ડના 396 રનના સ્કોરમાં અણનમ 137 રન ફટકાર્યા હતા. જેને અંતે ઇંગ્લેન્ડનો એક ઇનિંગ્સ અને 159 રનથી વિજય થયો હતો.

ઇંગ્લેન્ડની ટીમ
બેન સ્ટોક્સ (કેપ્ટન), શોએબ બશીર, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, સેમ કૂક, ઝેક ક્રોલી, બેન ડકેટ, જેમી ઓવરટન, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ (વિકેટકીપર), જોશ ટંગ, ક્રિસ વોક્સ

LEAVE A REPLY