અમેરિકાની એક કોર્ટે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશ દ્વારા હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ ઉપર પ્રતિબંધના નિર્ણય સામે હંગામી મનાઇ હુકમ આપ્યો છે. કોર્ટના આ ચૂકાદાથી હાર્વર્ડમાં પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓને રાહત મળશે. હાર્વર્ડમાં આવતા વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાં પ્રવેશતા અટકાવવા ટ્રમ્પે અગાઉ પ્રતિબંધ મૂક્યો હતો. હાર્વર્ડે આ પ્રતિબંધને કોર્ટમાં પડાકારીને આ નિર્ણયને અટકાવવા ન્યાયમૂર્તિને અનુરોધ કર્યો હતો. વ્હાઈટ હાઉસની માગણીઓને તાબે નહીં થવાથી બદલાની ભાવના રાખીને ટ્રમ્પનો પ્રતિબંધ મુકવાનો નિર્ણય ગેરકાયદે હોવાનું હાર્વર્ડે કોર્ટમાં જણાવ્યું હતું. બોસ્ટનની કોર્ટે ટ્રમ્પના નિર્ણય સામે હંગામી સ્ટે આપ્યો હતો. ગત મહિને હોમલેન્ડ સિક્યુરીટી વિભાગે વિદેશી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અને સંશોધન માટે વિઝા આપવા અંગે હાર્વર્ડનું સર્ટિફિકેશન રદ્ કર્યું હતું. ગુરુવારે કોર્ટે તેના પર સ્ટે આપતા વિદેશી વિદ્યાર્થીઓને રાહત થઈ હતી.
