કેનેડામાં યોજાનારી જી-7 સમિટમાં ઉપસ્થિત રહેવા માટે વડાપ્રધાન માર્ક કાર્નીએ શુક્રવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને આમંત્રણ આપ્યું હતું. તેમની વચ્ચેની વાતચીત દરમિયાન, વડાપ્રધાન મોદીએ માર્ક કાર્નીને તેમની તાજેતરની ચૂંટણીમાં જીત મેળવવા બદલ અભિનંદન આપ્યા અને આ મહિનાના અંતમાં કાનાનાસ્કિસમાં G7 સમિટ માટે આમંત્રણ આપવા બદલ તેમનો આભાર માન્યો હતો. બંને નેતાઓએ ભારત અને કેનેડાના લોકો વચ્ચેના ગાઢ સંબંધોને સ્વીકાર્યા અને પરસ્પર આદર અને સહિયારા હિતો માટે નવા ઉત્સાહ સાથે કામ કરવાની તેમની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. વડાપ્રધાન મોદીએ આ આમંત્રણ સ્વીકારીને માર્ક કાર્નીને મળવાની ઉત્સુકતા દર્શાવી હતી.

LEAVE A REPLY