કથિત ટેકનિકલ ખામીને કારણે મંગળવાર, 17 જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ છેલ્લી ઘડીએ રદ કરાઈ હતી. આ ફ્લાઈટ બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન જવા માટે ટેક-ઓફ થવાની હતી. આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરો એરપોર્ટ પર અટવાયા હતાં. કેટલાંક મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાએ ફ્લાઇટ રદ કરવાનું કોઇ કારણ આપ્યું ન હતું.
મીડિયા રીપોર્ટ મુજબ, એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 159 મંગળવારે બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન માટે ટેક-ઓફ થવાની હતી. પરંતુ ટેક-ઓફના માત્ર થોડાક કલાકો પહેલાં આ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી જણાતા તેને રદ કરવી પડી હતી. આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. એર ઇન્ડિયાએ મુસાફરો માટે હોટેલમાં રોકાણની વ્યવસ્થા કરી હતી.
