વોડાફોન આઈડિયા લિમિટેડ કોર્પોરેટ ઓફિસ

દેવા હેઠળ દબાયેલી ભારતની ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાએ ભારતમાં સીધી સેટેલાઇટ સ્માર્ટફોન સર્વિસ ચાલુ કરવા માટે બુધવારે સેટેલાઇટ કમ્યુનિકેશન કંપની AST સ્પેસમોબાઇલ સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી. આ કંપની ઇલોન મસ્કની માલિકીની સ્પેસએક્સની હરીફ છે.

વોડાફોન આઈડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે AST સ્પેસમોબાઇલ પ્રથમ અને એકમાત્ર સેટલાઇટ-આધારિત સેલ્યુલર બ્રોડબેન્ડ નેટવર્કનું નિર્માણ કરી રહી છે. Vi (વોડાફોન આઈડિયા) અને AST સ્પેસમોબાઇલ ઇન્ક ભારતના બિનજોડાણવાળા પ્રદેશોમાં મોબાઇલ કનેક્ટિવિટી વિસ્તારવા માટે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરે છે. AST સ્પેસમોબાઇલે સ્ટાન્ડર્ડ મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને અવકાશમાંથી પ્રથમ વૉઇસ અને વિડિયો કૉલ કરીને ઇતિહાસ રચ્યો હતો,

જોકે કંપનીએ આ સેવાના લોન્ચની તારીખ જાહેર કરી નથી. વોડાફોન આઈડિયાની પ્રમોટર કંપની વોડાફોન પીએલસીએ પહેલાથી જ એએસટી સ્પેસમોબાઇલ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

એપ્રિલ 2023માં AST સ્પેસમોબાઇલે તેના ભાગીદાર સાથે મળીને પ્રથમ વખત અવકાશ-આધારિત વૉઇસ કૉલ પૂર્ણ કરવાનો દાવો કર્યો હતો. સ્પેસ ટેક કંપનીએ જૂન 2023માં 10 Mbps થી વધુની પહેલીવાર 4G ડાઉનલોડ સ્પીડ અને સપ્ટેમ્બર 2023માં પહેલીવાર 5G વૉઇસ કૉલ પહોંચાડવાનો દાવો કર્યો છે.

2024માં ASTમાં AT&T, વેરિઝોન, ગૂગલ અને વોડાફોને વધુ વ્યૂહાત્મક રોકાણ કર્યું હતું. કંપનીએ વૈશ્વિક સ્તરે 45 થી વધુ મોબાઇલ નેટવર્ક ઓપરેટરો સાથે કરાર કર્યા છે. કંપનીના વૈશ્વિક સ્તરે 45 થી વધુ મોબાઇલ નેટવર્ક ઓપરેટરો સાથે કરાર છે,

LEAVE A REPLY