'Mullah General' Asim Munir becoming the army chief of Pakistan
Inter Services Public Relations (ISPR)/Handout via REUTERS

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વ્હાઇટ હાઉસમાં પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર સાથે લંચ લીધું હતું. તેનાથી ભારતમાં રાજકીય વિવાદ ઊભો થયો હતો. રસપ્રદ બાબત એ છે કે ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર આશરે 35 મિનિટ વાતચીત કર્યા પછી ભારતના દુશ્મન દેશના આર્મી વડાને આવું આમંત્રણ આપ્યું હતું. આ મુદ્દે ભારતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ પણ ચાલુ થયું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે મોદી સરકાર વિદેશ નીતિના મામલે સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.

જોકે મુનીર સાથેના ટ્રમ્પના ડિનરનું એક મુખ્ય કારણ ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે હાલમાં ચાલી રહેલું યુદ્ધ છે. આ યુદ્ધમાં અમેરિકા પાકિસ્તાનનું સમર્થન લેવા માગે છે.

ઇઝરાયલ-ઈરાન સંઘર્ષને કારણે મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે, યુએસ પ્રેસિડન્ટ G7 નેતાઓની સમિટ માટે કેનેડાનો ​​પોતાનો પ્રવાસ ટૂંકાવી દીધો હતો અને મંગળવારે સવારે વોશિંગ્ટન પરત ફર્યા હતા.

ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત દરમિયાન તેમને મોદીને કેનેડાથી અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું હતું. જોકે મોદી નિર્ધારિત સમયપત્રકને કારણે અમેરિકાની મુલાકાત માટે અસમર્થતા વ્યક્ત કરી હતી. મોદીએ એ પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારત મધ્યસ્થી “ક્યારેય સ્વીકારતું નથી” અને ક્યારેય સ્વીકારશે નહીં અને ભારતીય અને પાકિસ્તાની સૈન્ય વચ્ચે લશ્કરી કાર્યવાહી બંધ કરવા અંગેની ચર્ચા ઇસ્લામાબાદની વિનંતી પર શરૂ કરવામાં આવી હતી,

LEAVE A REPLY