ન્યૂકાસલની નોર્ધમ્બ્રિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક ભારતીય વિદ્યાર્થીને તેની સાથી વિદ્યાર્થીનીના પલંગ તથા ટેડી બેર ઉપર હસ્તમૈથૂન કરવા બદલ સજા કરાઈ છે. આ વિદ્યાર્થી પોતાની સહાધ્યાયીના ડોર્મ રુમમાં ઘૂસી ગયો હતો અને તેના પલંગ ઉપર તથા ટેડી બેર ઉપર હસ્તમૈથૂન કર્યુ હતું.
પોલીસના જણાવ્યા અનુસાર ઉદકર્ષ યાદવ અહીં યુનિવર્સિટીમાં સિવિલ એન્જીનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે. 18 વર્ષનો યાદવ ભારતના બિલ્ડિંગ મેગ્નેટનો પુત્ર છે અને તે એક ફોલ્ટી જીમ કાર્ડની મદદથી સહાધ્યાયીના રૂમમાં ઘૂસી શકતો હતો. જીમ કાર્ડથી દરેક રુમમાં પહોંચી શકાતું હોય છે. આ કૃત્ય કરવા બદલ યાદવને બે વર્ષ માટે સસ્પેન્ડ કરાયો છે અને તેણે રીહેબિલિટેશન સેન્ટરમાં પણ જવું પડશે. સાથે જ તેને 200 કલાક માનદ સેવાનું કામ કરવું પડશે.
ત્રણ સોફ્ટ ટોય અને ચાદર ખરાબ કરવા માટે તેને 117 પાઉન્ડની રકમ ચૂકવવાનો પણ આદેશ સજાના ભાગરુપે કરાયો છે. ન્યૂકેસલ કોર્ટના જજે યાદવને સજા આપતા કહ્યું હતું કે મને નથી લાગતું કે મારા ધ્યાનમાં આ પહેલા આવો કોઇ કેસ આવ્યો હોય. ફરિયાદ પક્ષ વતી હાજર થયેલા વકીલે જણાવ્યુ હતું કે વિદ્યાર્થિનીની પથારી પરથી મળેલા પદાર્થના ડીએનએ પણ યાદવ સાથે મેચ થતા હતા.
