સ્પેનિશ વાઇન માટે બ્રિટન મુખ્ય બજાર છે, પરંતુ આ વર્ષે તેના ઊંચા ટેરિફને કારણે તેની નિકાસમાં ઘટાડો નોંધાતા વાઇન ઉત્પાદકો ચિંતિત છે. આ વધુ ટેરિફનો મુદ્દો તેમાં આલ્કોહોલના પ્રમાણ સાથે જોડાયેલો છે. નિકાસનો આ ઘટાડો ફ્રેન્ચ અને ઇટાલિયન હરીફો કરતા વધુ ઝડપી છે.
બ્રિટનમાં ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા નવા નિયમ મુજબ આયાતકારોએ વધુ આલ્કોહોલ ધરાવતા વાઇન પર વધુ ટેરિફ ચૂકવવો પડે છે. તેની અસર ખાસ તો રેડ વાઇન પર પડી છે. રેડ વાઇનમાં સામાન્ય કરતાં 12.5 ટકા વધુ આલ્કોહોલ હોય છે, તેથી તેની કિંમત પણ વધુ હોય છે.
સ્પેનિશ વાઇન ઉત્પાદકોએ જણાવ્યું હતું કે, સ્પેનિશ વાઇનમાં અન્ય યુરોપિયન દેશોમાં ઉત્પાદિત વાઇન કરતાં આલ્કોહોલનું પ્રમાણ વધુ હોય છે. તેનું કારણ એ છે કે ગરમ હવામાનમાં દ્રાક્ષ વધુ મીઠી હોય છે. તેમાં આથો આવવાના કારણે વાઇનમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ હોય છે.
યુકેના ટેરિફમાં ફેરફાર પહેલાં, વાઇનની ડ્યૂટી આલ્કોહોલના પ્રમાણના બદલે પ્રવાહી જથ્થા પર આધારિત હતી. સ્પેનિશ વાઇન ઇન્ટરપ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશનના ડેટા દર્શાવે છે કે, 2025ના પ્રથમ ચાર મહિનામાં યુકેમાં સ્પેનિશ વાઇનની નિકાસ 7.5 ટકા ઘટીને 111 મિલિયન યુરો ($127.32 મિલિયન) થઈ ગઈ હતી.
