(Photo by GIORGIO VIERA/AFP via Getty Images)
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અવકાશયાત્રીએ બુધવારે ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેના લોન્ચ કોમ્પ્લેક્સ 39Aથી એક્ઝિઓમ-4 મિશન સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ઉડાન ભરી હતી.
આ મિશનને અગાઉ વિવિધ કારણોસર ઘણીવખત મોકૂફ રાખાવમાં આવ્યું છે. સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટના બૂસ્ટરમાં લીકેજ, ખરાબ હવામાન અને ઝવેઝદા સર્વિસ મોડ્યુલના પાછળના ભાગમાં લીકેજને જેવા વિવિધ કારણોસર આ મિશન ઘણી વખત મુલતવી રાખ્યા બાદ તેને 22 જૂને લોન્ચ કરવાની યોજના હતી.
નાસાના ભૂતપૂર્વ અવકાશયાત્રી અને એક્સિઓમ સ્પેસના હ્યુમન સ્પેસફ્લાઇટના ડાયરેક્ટર પેગી વ્હિટસન આ મિશનનું નેતૃત્વ કરશે, જ્યારે શુક્લા પાઇલટ તરીકે સેવા આપશે. બીજા બે  મિશન નિષ્ણાતો પોલેન્ડના સ્લાવોઝ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી અને હંગેરીના ટિબોર કાપુ છે. આ મિશન મૂળમાં 29મેએ લોન્ચ થવાનું હતું. આ પછી તેને 8 જૂન, 10 જૂન અને 11 જૂન સુધી મુલતવી રખાયું હતું.

LEAVE A REPLY