
લેબરના બે સૌથી વરિષ્ઠ નેતાઓ લંડનના મેયર સાદિક ખાન અને ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામ વેલ્ફેર બળવાનું નેતૃત્વ કરી રહ્યા છે અને જાહેરમાં વેલ્ફેર બેનીફીટ કાપ અંગે સરકારનો વિરોધ કરી રહ્યા છે. આ બળવાને પગલે ડાઉનિંગ સ્ટ્રીટમાં લાંબા ગાળા સુધી પ્રાઇમ મિનિસ્ટર તરીકે રહેવાની સર કેર સ્ટારમરની આશાઓ પર સવાલ થઇ રહ્યા છે.
બંને નેતાઓએ સર કેરની લાભોની પહોંચને કડક બનાવવાની યોજનાઓનો વિરોધ કર્યો છે. સર સાદિકે કહ્યું છે કે ‘લેબર સરકારનું મિશન લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાનું હોવું જોઈએ અને આ બિલને હેતુસર યોગ્ય બનાવવા માટે હજુ પણ આમૂલ પરિવર્તનની જરૂર છે,’
દરમિયાન, શ્રી બર્નહામે લેબર સાંસદોને બિલ વિરુદ્ધ મતદાન કરવા વિનંતી કરી સર કેરની લાભોમાં ફેરફાર પર ફક્ત ‘અડધો યુ-ટર્ન’ કરવા બદલ નિંદા કરી છે.
વડા પ્રધાન તેમના પ્રીમિયરશીપના સૌથી ખરાબ સમયગાળામાંથી એકનો સામનો કરી રહ્યા છે અને આ જાહેર વિરોધથી નવી અટકળો શરૂ થઈ છે કે સર સાદિક અને શ્રી બર્નહામ સર કેરને બદલવા માંગે છે.
