અમેરિકાના ડલ્લાસમાં સોમવારે કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં ભારતના એક પરિવારના બે બાળકો સહિત ચાર સભ્યોના મોત થયાં હતાં. અકસ્માત પછી આગ લાગી હોવાથી ચારેય સભ્યો બળીને ભળથુ થઈ ગયાં હતાં. હૈદરાબાદ સ્થિત પરિવારની ઓળખ તેજસ્વીની અને શ્રી વેંકટ અને તેમના બે બાળકો તરીકે થઈ હતી. તેઓ વેકેશન માટે અમેરિકા ગયા હોવાનું માનવામાં આવે છે.
આ પરિવાર ગયા અઠવાડિયે તેમના સંબંધીઓને મળવા એટલાન્ટા ગયો હતો અને તેઓ ડલ્લાસ પરત ફરી રહ્યાં ત્યારે ત્યારે ગ્રીન કાઉન્ટીમાં આ અકસ્માત થયો હતો. કથિત રીતે રોંગ સાઇડ પર આવતી એક મીની-ટ્રક તેમની કાર સાથે અથડાઇ હતી. આ ટક્કરને કારણે કારમાં આગ લાગી હતી, જેનાથી ચારેય મુસાફરો ફસાઈ ગયા હતાં. કાર બળીને રાખ થઈ ગઈ હતી. અધિકારીઓએ મૃતકોના મૃતદેહો મુખ્યત્વે હાડકાં, ફોરેન્સિક વિશ્લેષણ માટે મોકલ્યાં હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોલીસ મૃતદેહને શોકગ્રસ્ત પરિવારને સોંપતા પહેલા પીડિતોની ઓળખ માટે ડીએનએ નમૂનાઓનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.
