અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાને શનિવારે એક મહિનો પૂર્ણ થયો હતો. આ દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં બચાવ અને રાહત કામગીરી સહિતના વ્યવસ્થાપનમાં સરાહનીય કામગીરી કરનાર વર્ગ-૪ અને ૩ ના 450 કર્મચારીઓનું સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા સન્માન કરાયું હતું. આ અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોષી એ જણાવ્યુ હતુ કે, આજે એર ઇન્ડીયા પ્લેન ક્રેશ બનાવ ને એક મહીનો પુરો થયો છે ત્યારે અચાનક આવી પડેલા અને ક્યારેય ન જોયેલા આવા બનાવમાં સિવિલ હોસ્પિટલના દરેક સ્ટાફે રાત દિવસ જોયા વગર પોતાની નૈતિક ફરજ સમજીને સમયની પરવાહ કર્યા વગર કામ કર્યુ હતું. જેના કારણે આખા બનાવ બાદ ઊભી થયેલી તમામ પરીસ્થિતિમાં જેમાં ઘાયલ લોકોની સારવાર અને જે લોકો એ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા તેમના ડીએનએ સેમ્પલ લેવાથી લઇને તેમને મૃતદેહ સોંપવાની કામગીરી સારી રીતે થઇ શકી. આ તમામ કાર્યવાહીમાં મૃત્યુ પામનારના સગાને કોઇપણ જાતની અગવડ ન પડે તેનું ધ્યાન અમારા દરેક સ્ટાફે રાખી ઉતમ કામગીરી કરી હતી. આ સ્ટાફમાં તમામ ડેડ બોડીને કોલ્ડ બોક્ષમાં રાખવાથી લઇ તેને કોફીનમાં રાખી સગાને સોંપવા સુધી ની કામગીરી કરનાર વર્ગ-૪ ના પીએમ વિભાગ માં કામ કરતા કર્મચારી થી માંડી દર્દી ના સગા સાથે શરુઆત થી અંત સુધી રહી તેમને સાંત્વના ની સાથે તેમના સ્વજન નુ પાર્થિવ શરીર સોંપાય ત્યા સુધી તેમની સાથે રહેનાર પીઆરઓ તેમજ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફીસ કંટ્રોલ રુમ, પીએમ રુમ. ટ્રોમા સેન્ટર, વિવિધ વોર્ડ, બી જે મેડીકલ કોલેજ ખાતે કામ કરનાર વર્ગ ૩ અને વર્ગ ૪ ના કર્મચારી ઓ ની કામગીરી ને બીરદાવવા માં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં આઉટ સોર્સિંગ એજન્સી દ્વારા આવા કુલ ૪૫૦ જેટલા વિવિધ કર્મચારીઓને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY