ભારતમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) દ્વારા જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણી સામે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. EDએ તેમને રૂ. 3000 કરોડના બેંક લોન કૌભાંડના કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. ED પાંચ ઓગસ્ટે તેમની પૂછપરછ કરી શકે છે. લુકઆઉટ નોટિસને કારણે અનિલ અંબાણી હવે કોર્ટની મંજૂરી વગર દેશ છોડીને જઈ શકશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, EDએ થોડા દિવસ અગાઉ અનિલ અંબાણીનાં કેટલાક સ્થાનો પર રેડ પાડી હતી અને તેમની સામે છેતરપિંડીના આરોપો પણ છે. EDની પ્રારંભિક તપાસમાં ખૂલ્યું છે કે અનિલ અંબાણીની કંપનીઓએ એક યોજના હેઠળ સરકારી નાણાનો દુરુપયોગ કર્યો હતો અને બેંકો પાસેથી છેતરપિંડીથી લોન લીધી હતી. એક આરોપ છે કે વર્ષ 2017થી 2019 વચ્ચે યસ બેંક પાસેથી મળેલા આશરે રૂ. 3000 કરોડની લોનનો ઉપયોગ ખોટી રીતે અન્ય જગ્યાએ કરવામાં આવ્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે લોન મંજૂર થવામાં જેટલું મોડું થયું, તે પહેલાં યસ બેંકના પ્રમોટર્સ સાથે સંકળાયેલ કંપનીઓને નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતાં. આથી આશંકા છે કે લોન લેતી કંપનીઓ અને અધિકારીઓ વચ્ચે કોઈ ષડયંત્ર હતું.ED હાલમાં અનિલ અંબાણીની કંપનીઓ અને યસ બેંકના પ્રમોટરો વચ્ચેના સંબંધોની તપાસ કરી રહી છે.
