પ્રતિક તસવીર (Photo by Clive Rose/Getty Images)

ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન (FIA) શિકાગોએ નેપરવિલેના ધ મેટ્રિક્સ ક્લબ ખાતે તા. 8 ઓગસ્ટ, 2025 ના રોજ એક ભવ્ય કાર્યક્રમ સાથે ભારતના 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. જેમાં દેશભક્તિની ભાવના, સાંસ્કૃતિક પ્રદર્શન અને બોલીવુડ સંગીતકાર જતીન પંડિત દ્વારા લાઇવ કોન્સર્ટનું મિશ્રણ કરવામાં આવ્યું હતું.

FIA પ્રમુખ અનુ મલ્હોત્રાએ સહ-સંચાલક પ્રાચી જેટલી સાથે કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ ડૉ. રાધિકા ચિમાટા દ્વારા રાષ્ટ્રગીત ગવાયું હતું. સંસ્થાના સ્થાપક અધ્યક્ષ સુનિલ શાહે શ્રોતાઓને જણાવ્યું હતું કે “જ્યારે સંગીત અને દેશભક્તિ મળે છે, ત્યારે જાદુ થાય છે.” શેખર અને શેલઝર ડાન્સ એકેડેમી દ્વારા નૃત્ય પ્રદર્શન રજૂ કરાયું હતું.

આ પ્રસંગે પ્રતિષ્ઠિત મહેમાનોમાં કોન્સ્યુલ જનરલ સોમનાથ ઘોષ, કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ અને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોન્સ્યુલ જનરલ ઘોષે ભારત અને અમેરિકા પ્રત્યે ડાયસ્પોરાની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. જ્યારે કૃષ્ણમૂર્તિએ સ્વતંત્રતા અને લોકશાહીના રક્ષણ પર ભાર મૂક્યો હતો. ભૂતપૂર્વ FIA પ્રમુખોએ સંસ્થાના વિકાસ પર પ્રતિબિંબ પાડ્યો હતો અને ઉપાધ્યક્ષ નીલ ખોટેએ સેવા અને દેશભક્તિ પર પ્રકાશ પાડ્યો હતો.

એક એવોર્ડ સમારોહમાં ફાળો આપનારા અગ્રણીઓ અને સ્પોન્સર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.

સાંજનું સમાપન જતીન પંડિત દ્વારા રજૂ કરાયેલ ઉત્સાહી કોન્સર્ટ સાથે થયું હતું. જેમાં રાહુલ જતીન, ખુશી, નૌઝાદ અને અવની સિંહ જોડાયા હતા. તેમણે બોલિવૂડના પ્રિય ગીતો જેમ કે પહેલા નશા અને બિન તેરે સનમ રજૂ કર્યા હતા.

LEAVE A REPLY