નારાયણ રેકી સત્સંગ પરિવાર (NRSP) દ્વારા રવિવાર, 21 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 2 થી 4 દરમ્યાન લંડનના હેડસ્ટોન લેન સ્થિત RCT સેન્ટર, HA2 6NG ખાતે રેકી ગ્રાન્ડમાસ્ટર, એક્યુપ્રેશર થેરાપિસ્ટ અને પ્રેરણાદાયી સલાહકાર રાજેશ્વરીજી મોદીના દિવ્ય સાનિધ્યમાં સમૃદ્ધિ સાધનાનું આયોજન કરવામાં આવ્યું છે.
વિશ્વભરના અસંખ્ય વ્યક્તિઓના જીવનમાં સકારાત્મકતા, આરોગ્ય, સંવાદિતા અને વિપુલતા ઉભી કરનાર દીદી લંડનમાં પિતૃ પક્ષના મહત્વ વિષે પ્રવચન આપશે. ભારત અને વિદેશમાં યોજાતા સત્સંગોમાં રાજ દીદીના ઉપદેશો હજારો લોકોને પ્રેરણા આપે છે. દર અઠવાડિયે, ‘ખુશીઓ કા ખઝાના’ અને ‘સત્યુગ કા સફર’ જેવા પ્રવચનો દ્વારા તેઓ સાધકોને પ્રેરણા આપે છે, જે જીવનના પડકારોને દૂર કરવા માટે વ્યવહારૂ આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે.
28 વર્ષ કરતા વધુ સમયથી સામાજિક કલ્યાણ માટે પોતાને સમર્પિત કરનાર NRSP ના સ્થાપક ‘રાજ દીદી’નું માનવું છે કે જો આપણે વિચારો, શબ્દો અને કાર્યોમાં સકારાત્મક રહીએ, તો આપણે 7 સ્ટાર જીવન જીવી શકીએ છીએ. રાજદીદીને રાજસ્થાન શિરોમણી એવોર્ડ, મેયર એવોર્ડ, નારી રત્ન, સમાજ રત્ન, મહિલા ઉદ્યોગસાહસિક એવોર્ડ માટે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના જીવનસાથી પણ એક સામાજિક કાર્યકર્તા છે અને તેમના બે પુત્રો અને બંને પુત્રવધૂ નિષ્ણાત ડૉક્ટર છે.
મુંબઈમાં નારાયણ ધામ, રાજસ્થાની મંડળ, ગોરેગાંવ ઇસ્ટ અને નારાયણ ભવન, ત્રીજો માળ, ટોપીવાલા શોપિંગ સેન્ટર, ગોરેગાંવ વેસ્ટ ખાતે બે મુખ્ય કેન્દ્રો છે. દર બુધવારે નારાયણ ભવનમાં વરિષ્ઠ શિક્ષકો દ્વારા અને ખાસ પ્રસંગોએ રાજ દીદી દ્વારા સત્સંગનું સંચાલન કરવામાં આવે છે.
દરરોજ બ્રહ્મમુહુરતની પ્રાર્થના ઝૂમ પર કરવામાં આવે છે જે યુટ્યુબ પર પણ રિલે કરવામાં આવે છે.
સંપર્ક: કુમુદજી +44 7511 820 783 અને આશિતાજી +44 7958 483 854.
