જાણીતા પ્રવાસન સ્થળ પાવાગઢ પર્વત પર મંદિરમાં ચાલી રહેલા બાંધકામ માટે ઉપયોગમાં લેવાયેલા ગૂડ્સ રોપવેનો તાર તૂટતાં છ લોકોનાં મોત થયા હતા. આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનાની માહિતી મળતાં બચાવ કામગીરી માટે તંત્રની ટીમ સ્થળે પહોંચી હતી. આ ગોઝારી દુર્ઘટનામાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પાવાગઢના માંચીથી નિજ મંદિર સુધી બાંધકામ માટેની સામગ્રી ગૂડ્સ રોપ-વે દ્વારા લઈ જવામાં આવી રહી હતી ત્યારે અચાનક રોપવેનો તાર તૂટતા દુર્ઘટના સર્જાઈ હતી.
