બોલીવૂડ અભિનેત્રી દિશા પટની ‘હોલીગાર્ડઝ’ ફિલ્મ દ્વારા હોલીવૂડમાં પદાર્પણ કરી રહી છે. આ ફિલ્મનું ટીઝર તાજેતરમાં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં લોંચ થયું હતું. દિશાને હોલીવૂડની ફિલ્મમાં કામ કરવાની તક મળવી એ મોટી સફળતા માનવામાં આવે છે. આ ફિલ્મ એક અનોખી એક્શન-થ્રિલર છે, તેનું દિગ્દર્શન ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મકાર કેવિન સ્પેસી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મને મોટી ફ્રેન્ચાઇઝી માટે મહત્ત્વની માનવામાં આવે છે. દિશા બોલીવૂડની ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. તે ‘વેલકમ 3’ માં પણ જોવા મળશે, તેમાં ઘણા દિગ્ગજ કલાકારો છે. વઘુમાં તે ખૂબ જ અપેક્ષિત એવી ‘કલકી’ની બીજી સીક્વલમાં પણ અભિનય આપી રહી છે, તેના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ઉપરાંત તે વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત ફિલ્મમાં શાહિદ કપૂરની સાથે જોવા મળશે.
