(Photo by FADEL SENNA/AFP via Getty Images)

સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)માં ગયા સપ્તાહે રમાઈ ગયેલા ત્રિકોણિયા ટી-20 ક્રિકેટ જંગની ફાઈનલમાં અફઘાનિસ્તાનને 75 રને હરાવી પાકિસ્તાન વિજેતા રહ્યું હતું. રવિવારે શારજાહમાં રમાયેલી ફાઈનલમાં પાકિસ્તાને 141 રન કર્યા પછી અફઘાનિસ્તાનની ટીમને 66 રનમાં ઓલાઉટ કરી દીધી હતી.

પાકિસ્તાન તરફથી મોહમ્મદ નવાઝે હેટટ્રીક સાથે કુલ પાંચ વિકેટ લીધી હતી, એ બદલ તેને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. પાકિસ્તાનની બેટિંગ પણ નિરાશાજનક રહી હતી, ફખર ઝમાને સૌથી વધુ 27 રન કર્યા હતા, તો મોહમ્મદ નવાઝે 25 કર્યા હતા.

જવાબમાં અફઘાનિસ્તાનનો ફક્ત એક જ બેટર બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો હતો. નવાઝે ચાર ઓવરમાં ફક્ત 19 રન આપી પાંચ શિકાર ઝડપી લીધા હતા.

LEAVE A REPLY