ભારતી
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટના નેશનલ ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કાર્યાલયના જણાવ્યા અનુસાર, કોવિડ-19ના વર્ષ સિવાય 2001 પછી પહેલીવાર અમેરિકાની મુલાકાતે આવનારા ભારતીયોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જૂન 2025માં માત્ર 2.1 લાખ ભારતીય લોકો અમેરિકા પ્રવાસે આવ્યા હતા જે ગયા વર્ષે જૂન મહિનામાં અમેરિકા આવેલા 2.3 લાખ ભારતીયોની તુલનામાં આઠ ટકાનો ઘટાડો દર્શાવે છે.

ભારતીયોના અમેરિકા પ્રવાસમાં ઘટાડાનો આ ટ્રેન્ડ જુલાઇમાં પણ જોવા મળ્યો હતો, કામચલાઉ ડેટા દર્શાવે છે કે જુલાઇ 2024ની તુલનાએ જુલાઇ 2025માં અમેરિકા પ્રવાસે આવેલા લોકોની સંખ્યામાં 5.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડો વૈશ્વિક વલણનો ભાગ છે. એનટીટીઓના ડેટામાં જોવા મળ્યુ હતું કે અમેરિકામાં આવતા કુલ આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓની સંખ્યામાં જૂન મહિનામાં 6.2 ટકાનો ઘટાડો થયો હતો ત્યારે મે મહિનામાં તે ઘટાડો સાત ટકા અને તે પહેલા માર્ચમાં મહિનામાં આઠ ટકા અને ફેબ્રુઆરીમાં 1.9 ટકા હતો.

જાન્યુઆરી અને એપ્રિલ મહિનામાં જ અનુક્રમે 4.7 ટકા તેમજ 1.3 ટકાનો વધારો નોંધાયો હતો. અમેરિકાની મુલાકાતે આવતા વિદેશીઓમાં ભારત હજુ પણ સૌથી વધારે મુલાકાતીઓમાં ચોથા સ્થાને છે. કેનેડા અને મેક્સિકોની સરહદો અમેરિકાને અડીને આવી હોવાથી આ બંને દેશો બાદ બ્રિટન ત્રીજા અને ભારત ચોથા ક્રમે છે. એ પછી બ્રાઝિલનું સ્થાન આવે છે. આ પાંચેય દેશના મુલાકાતીઓની કુલ સંખ્યા અમેરિકાની મુલાકાત લેનારા વિદેશીઓની કુલ સંખ્યાના 60 ટકા જેટલી થાય છે.

LEAVE A REPLY