ભારતનું ફોરેક્સ રીઝર્વ 5 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં 4.038 બિલિયન ડોલર વધીને 698.268 બિલિયન ડોલર થયું હતું. રીઝર્વ બેન્કે શુક્રવારે આ ડેટા જાહેર કર્યા હતા. અગાઉના સપ્તાહે વિદેશી હુંડિયામણ 3.51 બિલિયન ડોલર વધીને 694.23 અબજ ડોલર થયું હતું. 5 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ્સ (FCA) 54 કરોડ ડોલર વધીને 584.477 અબજ ડોલર થઈ હતી. ગોલ્ડ રીઝર્વ 3.53 અબજ ડોલર વધીને 90.299 અબજ ડોલર થયું હતું. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) સમક્ષ ભારતનું રીઝર્વ 20 લાખ ડોલર વધીને 4.751 અબજ ડોલર થયું હતું. સ્પેશ્યલ ડ્રોઈંગ રાઈટ્સ 3.4 કરોડ ડોલર ઘટીને 18.782 અબજ ડોલર થયું હતું.
