યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે (USCIS) ઇમિગ્રેશન ફ્રોડમાં સજા પામેલા ભારતીય મૂળના રામભાઈ પટેલનું ઉદાહરણ આપીને કડક ચેતવણી આપી હતી. રામભાઇને તાજેતરમાં વિઝા ફ્રોડના કેસમાં 20 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. એજન્સીએ કહ્યું કે ઇમિગ્રેશન ફ્રોડ એ ‘પીડિત રહિત ગુનો’ નથી. આવી છેતરપિંડીના ભોગ બનેલા લોકો એવા હોય છે જેમને છેતરપિંડીના કારણે અમેરિકામાં પ્રવેશવાની તક મળતી નથી. રામભાઇ પટેલે પોતાના આરોપો સ્વીકાર્યા હતા અને તેમને 20 મહિના અને આઠ દિવસની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેને જેલની સજા પછી બે વર્ષ નિરીક્ષણ હેઠળ રહેવું પડશે અને તેની પાસેથી 850,000 ડોલર જપ્ત કરાશે. ત્યાર પછી તેને ભારત પરત મોકલાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 37 વર્ષીય રામભાઈ પટેલે તેમના સાગરિતો સાથે મળીને સ્ટોર્સ અને રેસ્ટોરાંને લૂટવાનું કાવતરું ઘડ્યું હતું. આથી સ્ટોર્સના કર્મચારીઓ હિંસક ગુનાના ભોગ બનેલા જાહેર થઇને U વિઝાનો દાવો કરી શકે. U વિઝા એવા લોકોને આપવામાં આવે છે જેઓ માનસિક અથવા શારીરિક શોષણનો ભોગ બન્યા હોય અને તેની તપાસમાં પોલીસને મદદરૂપ પણ થયા હોય.

LEAVE A REPLY