બોલિવૂડ અભિનેત્રી દિશા પટાણીના યુપીના બરેલીમાં આવેલા ઘર પર બે અજાણ્યા બાઇક સવારોએ શુક્રવારે લગભગ સાત રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. લોરેન્સ બિશ્નોઈ સાથે સંકળાયેલી ગેંગ ગોલ્ડી બ્રાર ગ્રુપે આ ફાયરિંગની જવાબદારી સ્વીકારી હતી.
આ હુમલો દિશાની બહેન ખુશ્બુ પટાણી (34) તાજેતરના વિવાદ સાથે સંકળાયેલો હોવાની શંકા છે. ખુશ્બુએ કથિત રીતે પ્રખ્યાત કથા વાચક અનિરુદ્ધ આચાર્યની તાજેતરમાં ટીકા કરીને જણાવ્યું હતું કે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં કહ્યું હતું કે જો તે મારી સામે હોત, તો હું તેને પાઠ ભણાવી દેત. જોકે ખુશ્બુની ટિપ્પણીઓને ખોટી રીતે પ્રેમાનંદજી મહારાજ સાથે જોડી દેવામાં આવી હતી. ખુશ્બુની ટિપ્પણીની ઘણી ટીકા થઈ હતી.
બરેલીના ઘરમાં દિશા પટાણીના પરિવારના સભ્યો રહે છે, જેમાં મોટી બહેન ખુશ્બુ, ભાઈ સૂર્યાંશ અને માતા-પિતા જગદીશ સિંહ પટાણી અને પદ્મા પટાણીનો સમાવેશ થાય છે તેના પિતા, નિવૃત્ત સર્કલ ઓફિસર જગદીશ સિંહ પટાણીએ ફરિયાદ નોંધાવી હતી.
ગોલ્ડી બ્રાર જૂથે ગોળીબારની જવાબદારી સ્વીકારીને જણાવ્યું હતું કે તેમણે અમારા પૂજ્ય સંતો (પ્રેમાનંદજી મહારાજ અને અનિરુદ્ધ આચાર્યજી મહારાજનું અપમાન કર્યું હતું અને અમારા સનાતન ધર્મને નીચો દેખાડવાનો કરવાનો પ્રયાસ કર્યો હતો. અમારા દેવી-દેવતાઓનું અપમાન સહન કરાશે નહીં. આ ફક્ત એક ટ્રેલર હતું. જો તે અથવા અન્ય કોઈ ફરીથી અમારા ધર્મનો અનાદર કરશે તો તેમના ઘરનો એક પણ વ્યક્તિ જીવતો નહીં રહે. આ સંદેશ ફક્ત તેમના માટે જ નહીં, પરંતુ ફિલ્મ ઉદ્યોગના તમામ કલાકારો અને તેમની સાથે સંકળાયેલા લોકો માટે છે.
