વિઝા

ઇમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ કરવા બદલ વર્ક પરમીટ આપતી કંપનીઓના લાઇસન્સ રદ કરવાના બનાવોમાં ડબલ વધારો થયો છે. સરકારે ઇમિગ્રેશન નિયમોનો ભંગ કરવા બદલ સૌથી ખરાબ ગુનેગારોમાં બાંધકામ ક્ષેત્રને સામેલ કર્યું હોવાનું જણાવ્યું હતું.

ઇમિગ્રેશન પર વધતા દબાણનો સામનો કરી રહેલી સરકારે જણાવ્યું હતું કે આંકડા “આપણી સરહદોને સુરક્ષિત કરવા માટે વાસ્તવિક પગલાં” ની સતત ડિલિવરી દર્શાવે છે.

હોમ ઓફિસે જણાવ્યું છે કે જૂન 2025 સુધીના વર્ષમાં, કંપનીઓને માઇગ્રન્ટ કામદારો લાવવાની મંજૂરી આપતા કુલ 1,948 લાઇસન્સ રદ કરવામાં આવ્યા હતા – જે પાછલા વર્ષમાં રદ કરાયેલા 937 કરતા વધુ છે. સરકારના મતે, એડલ્ટ સોસ્યલ કેર, આતિથ્ય, રીટેઇલ અને બાંધકામ ક્ષેત્રના એમ્પલોયર્સ સૌથી મોટા ગુનેગારોમાં સામેલ હતા.

વચન આપ્યા મુજબનું કામ અને ઓછો પગાર આપવામાં નિષ્ફળ જવા બદલ અને લોકોને ઇમિગ્રેશન નિયમોને તોડવામાં મદદ કરવા સહિતના નિયમોનો ભંગ કરવા બદલ આ લાઇસન્સ રદ કરવામાં આવ્યા હતા. કેટલાક એમ્પલોયર્સ વિઝાનો ઉપયોગ દેશમાં રહેવા માટે નોકરીની જરૂર હોય તેવા કામદારોનું શોષણ કરવા માટે કરતા હોવાનું કહેવાય છે.

સરકાર અને પોલીસ વચ્ચે વધુ સારા ડેટા અને ગુપ્ત માહિતી શેર કરવાના કારણે નિયમોનો ભંગ કરતા વધુ એમ્પલોયર્સ પકડાઈ રહ્યા છે.

LEAVE A REPLY