ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS) દ્વારા નોંધાયેલ શૂન્ય વૃદ્ધિ સાથે બ્રિટનનું અર્થતંત્ર જુલાઈમાં સ્થિર રહ્યું હતું. ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો આ માટે જવાબદાર હતો. જૂનમાં 0.4% વૃદ્ધિ પછી GDP વૃદ્ધિ અટકી ગઈ હતી. તો ઉત્પાદનમાં 1.3% ઘટાડો થયો હતો જે જુલાઈ 2024 પછીનો સૌથી મોટો ઘટાડો હતો.
ONS એ જણાવ્યું હતું કે સેવાઓમાં 0.1%, છૂટક વેચાણમાં 0.6% અને બાંધકામમાં 0.2% વૃદ્ધિ થઇ હતી. ટ્રેઝરીના પ્રવક્તાએ સ્વીકાર્યું હતું કે અર્થતંત્ર અટવાયું લાગે છે. જો કે, તેમણે ભાર મૂક્યો હતો કે પ્રગતિ થઈ રહી છે.
સરકારે “કામ કરતા લોકો માટે કામ કરતી અને પુરસ્કાર આપતી અર્થવ્યવસ્થા” પહોંચાડવા માટે વધુ પગલાં લેવાનું વચન આપ્યું છે.
