અમેરિકાના સાઉથ કેરોલિનાના યુનિયન કાઉન્ટીમાં મંગળવારે મોડી રાત્રે કન્વીનિયન્સ સ્ટોરમાં લુંટારુએ ગુજરાતી મહિલાની ગોળી મારીને હત્યા કરી હતી. મૃતકની ઓળખ 49 વર્ષીય કિરણબેન પટેલ તરીકે થઈ હતી. મીડિયા રીપોર્ટ મૂળ ગુજરાતના બોરસદના કિરણબેન 23 વર્ષથી અમેરિકામાં રહેતા હતાં અને સાઉથ પિંકની સ્ટ્રીટ પર ડીડી ફૂડ માર્ટ ચલાવતા હતાં.
યુનિયન કાઉન્ટી કોરોનર ઓફિસે પટેલની ઓળખની પુષ્ટિ કરીને કહ્યું હતું કે ગોળીબારમાં તેમને જીવલેણ ઈજાઓ થઈ હતી.
પોલીસે જણાવ્યું હતું કે તેમને રાત્રે 10.30 વાગ્યાની આસપાસ એક વ્યક્તિ સ્ટોરની બહાર ગોળીબાર કરી રહ્યો હોવાનો ફોન આવ્યો હતો. અધિકારીઓ પહોંચ્યા ત્યારે ફાયરિંગથી ગંભીર રીતે ઘાયલ થયેલી કિરણ પટેલ પાર્કિંગમાં પડેલી હતી. ઇમરજન્સી મેડિકલ સર્વિસે તેમને મૃત જાહેર કર્યા હતાં.
સર્વેલન્સ વીડિયોમાં ઘટના કેદ થઇ હતી. એક માસ્ક પહેરેલો વ્યક્તિ બંદૂક સાથે સ્ટોરમાં ઘૂસી ગયો હતો અને સ્ટોરમાં એકલા રહેલા કિરણબેન પાસેથી પૈસા માંગ્યા. તેમણે આનાકાની કરતા હુમલાખોરે ગોળી ચલાવી હતી. કિરણબેને પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો. લૂંટારો પછી કેશ રજિસ્ટર કાઉન્ટર પર ચઢી ગયો અને સ્ટોરની અંદર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. તેણીએ પાર્કિંગ લોટ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ લુંટારુએ તેનો પીછો કર્યો અને ફાયરિંગ ચાલુ રાખ્યું, દરમિયનામાં કિરણબેન ગોળી વાગતા સ્ટોરના ડોરથીથી માત્ર 20 ફૂટ દૂર ફસડાઇ ગયા હતાં.
ભારતીયોએ કિરણબેનને એક મહેનતુ ઇમિગ્રન્ટ તરીકે ગણાવ્યા હતાં અને વર્ષોથી સ્ટોર ચલાવતા હતાં. યુનિયન પબ્લિક સેફ્ટી ડિપાર્ટમેન્ટે ગોળીબાર બાદ ઘટનાસ્થળેથી ભાગી ગયેલા શંકાસ્પદ વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી.
