સમીર મોદી
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

દિલ્હી પોલીસે ગુરુવારે જાતીય શોષણના કેસમાં બિઝનેસમેન સમીર મોદીની ધરપકડ કરી હતી. સમીર IPLના ભૂતપૂર્વ ચેરમેન અને ભાગેડુ લલિત મોદીનો ભાઈ છે.

ગુરુવારે સવારે 10 વાગ્યાની આસપાસ તે ભારત પાછો ફર્યો અને ઇમિગ્રેશન અધિકારીઓએ દિલ્હી પોલીસને ચેતવણી આપ્યા બાદ IGI એરપોર્ટ પર તેની ધરપકડ કરાઈ હતી. ગયા મહિને તેના એક કર્મચારીએ દાખલ કરેલી ફરિયાદ પર પોલીસે તેની વિરુદ્ધ FIR દાખલ કરી હતી. તે સમયે સમીર વિદેશમાં હતો. તેની સામે લુક-આઉટ સર્ક્યુલર જારી કરાયો હતો.

ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સમીર મોદીને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

એક યુવતીએ 10 સપ્ટેમ્બરના રોજ NFC પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. પીડિતા ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયાની પૂર્વ કર્મચારી હોવાનું કહેવાય છે અને તે લગભગ છ વર્ષ પહેલાં કંપનીમાં કામ કરતી હતી.

જોકે સમીર મોદીના વકીલોએ આ આક્ષેપોને બ્લેકમેલિંગ અને પૈસા પડાવવાનો પ્રયાસ ગણાવીને જણાવ્યું હતું કે યુવતીએ કથિત રીતે સમાધાન માટે રૂ.50 કરોડની માંગણી કરી હતી. સમીર મોદીની ધરપકડ બાદ આ મામલે રાજકીય અને વ્યવસાયિક વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ હતી.

LEAVE A REPLY