અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B વિઝાની ફીને વધારીને 1 લાખ ડોલર કર્યા પછી આ આ વિઝા પ્રોગ્રામમાં ધરખમ ફેરફાર કરીને લોટરી સિસ્ટમ બંધ કરવાની દરખાસ્ત કરી છે. હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ હાલની લોટરી સિસ્ટમની જગ્યાએ વેઇટેડ સિલેક્શન પ્રોસેસનો અણલ કરવાની દરખાસ્ત કરી હતી.
DHSના જણાવ્યા મુજબ નવી સિસ્ટમનો હેતુ હાયર સ્કીલ્ડ અને હાયર પેઇન્ટ્સ વિદેશી વર્કર્સને H-1B વિઝા મળે રહે તે સુનિશ્ચિત કરવાનો છે. આની સાથે કંપનીઓને પણ તમામ વેતન સ્તરે H-1B કામદારોને સુરક્ષિત કરવાની તક મળશે. નવી દરખાસ્ત મુજબ સિલેક્શન વેતન સ્તર પર આધારિત હશે. ચાર વેતન સ્તરોમાંથી સૌથી વધુ એટલે $162,528 વાર્ષિક પગાર મેળવતા કામદારોને સિલેક્શનમાં ચાર એન્ટ્રીઓ મળશે, જે તેમની પસંદગીની સંભાવના વધારશે. સૌથી નીચલા સ્તર પર રહેલા લોકોને ફક્ત એક જ એન્ટ્રી મળશે.
મેનિફેસ્ટ લોના પ્રિન્સિપલ ઇમિગ્રેશન એટર્ની નિકોલ ગુનારાએ જણાવ્યું હતું કે નવો પ્રસ્તાવ યુએસ અર્થતંત્રમાં વૈશ્વિક પ્રતિભાના પ્રવાહની નવી રૂપરેખા આપશે. ઉદાહરણ તરીકે મેટામાં $150,000 ઓફર મેળવનારા એન્જિનિયરને હવે બહુવિધ લોટરી એન્ટ્રીઓ મળી શકે છે, જ્યારે $70,000ની ઓફર ધરાવતા જુનિયર ડેવલપરને ફક્ત એક જ એન્ટ્રી મેળશે. આ સિસ્ટમથી બજારમાં સૌથી ઊંચું વેતન ઓફર કરતી દિગ્ગજ કંપનીઓની તરફેણ કરશે. વધુમાં આ નિયમથી વધુ સિનિયર અને હાયર પેઇડ ટેક વર્કફોર્સ ઊભો થશે.
ગયા અઠવાડિયે, ટ્રમ્પે દરેક નવી અરજી માટે $100,000 ફી લાગુ કરતાં આદેશ પર હસ્તાક્ષર કર્યા હતાં. આ વિઝા પ્રોગ્રામથી યુએસ કંપનીઓને લોટરી સિસ્ટમ દ્વારા ટેકનોલોજી અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં કુશળ વિદેશી કામદારોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે.યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસના ડેટા અનુસાર, મંજૂર કરાયેલી તમામ H-1B અરજીઓમાં ભારતીયોનું પ્રમાણ 71 ટકા છે. આમ આ વિઝા પ્રોગ્રામના 71 ટકા લાભાર્થીઓ ભારતીય વર્કરો છે.
