કાશ્મીરમાં બરફ વરસાદની શરૂઆત થઇ છે. ગુલમર્ગમાં શુક્રવારે મોસમની પ્રથમ બરફ વર્ષા થઈ હતી. આ ઉપરાંત સોનમર્ગ અને ગુરેજના પર્વતીય વિસ્તારોમાં સફેદ ચાદરના દૃશ્યો દેખાયા હતા. આ પર્વતીય વિસ્તારોમાં બરફ વરસાદની સાથે શ્રીનગર સહિત અન્ય મેદાનના વિસ્તારોમાં હળવો વરસાદ પણ નોંધાયો હતો. હિમાચલ પ્રદેશના ધૌલાધાર પર્વતો પર પણ હળવી બરફવર્ષા થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, જમ્મુ-કાશ્મીરમાં 5-7મી ઓક્ટોબર સુધી ભારે વરસાદ અને બરફવર્ષા થવાનું અનુમાન છે. જોકે, આ અગાઉ જ બરફવર્ષા અને વરસાદ થઈ ગયો છે. આ સીઝનથી પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે.

LEAVE A REPLY