ભારતના પર્વતીય રાજ્ય હિમાચલપ્રદેશના બિલાસપુર જિલ્લામાં મંગળવાર, 7 ઓક્ટોબરે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન દરમિયાન એક ખાનગી બસ પર પથ્થરો ધસી પડતાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયાં હતાં અને ત્રણ બાળકો સહિત કેટલાંક મુસાફરોને બચાવી લેવામાં આવ્યાં હતાં.દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) ની ટીમો રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. રાહત અને બચાવ કામગીરી મોડી રાત સુધી ચાલુ રહી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં થયેલી જાનહાનિથી દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને ₹2 લાખની સહાયની જાહેરાત કરી હતી.
લગભગ 28થી 30 મુસાફરો બસ હરિયાણાના રોહતકથી બિલાસપુર નજીકના ઘુમરવિન જઈ રહી હતી ત્યારે આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. બિલાસપુરના ઝાંડુતા સબડિવિઝનના બાલુઘાટ વિસ્તારમાં વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન પછી પથ્થરો બસ પર અથડાયા હતા, તેનાથી બસ ખડકો નીચે દટાઈ ગઈ હતી. 18 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં હતાં. મુસાફરો સાથેની બસ મારોટ્ટનથી ઘુમારીવિન જઈ રહી હતી ત્યારે સાંજે લગભગ 6:30 વાગ્યે આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. પહાડનો એક હિસ્સો એક ખાનગી બસ પર પડ્યો હતો.
રાજ્યના મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુએ આ દુ:ખદ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા તેમણે દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
