FBI વડા કાશ પટેલની ગર્લફ્રેન્ડ એલેક્સિસ વિલ્કિન્સે રૂઢિચુસ્ત પોડકાસ્ટર એલિજાહ શેફર સામે $5 મિલિયનનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે. આ દાવામાં આરોપ મુકવામાં આવ્યો છે કે તેમને ખોટી રીતે ઇઝરાયેલી જાસૂસ ગણવામાં આવી છે.
કોર્ટમાં દાખલ દસ્તાવેજ મુજબ એલિજાહે ખોટા આક્ષેપ કરીને તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે. એલિજાહ શેફરે અમેરિકામાં જન્મેલી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ પર વિદેશી એજન્ટ હોવાનો અને કાશ પટેલની પ્રેમિકા તરીકે તેના પર પ્રભાવ પાડવાનો પરોક્ષ આક્ષેપ કર્યો હતો. એલિજાહે આ બનાવટી નેરેટિવનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયામાં તેના તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ ફરિયાદમાં ૧૪મી સપ્ટેમ્બરની ટ્વીટ સંબંધિત છે. શેફરે આ પોસ્ટને રિટ્વીટ કરીને વાઇરલ કરી હતી અને દાવો કર્યો હતો કે વિલ્કિન્સ હનીપોટ એજન્ટ છે અને તેને સૌંદર્યની જાળમાં એફબીઆઈ વડાને ફસાવ્યા છે.
શેફરે આ કેસ અંગે જણાવ્યું હતું કે મારી સામેનો કેસ જ બતાવે છે કે આ બાબત કેટલી મહત્ત્વની છે. મેં વિલ્કિન્સ કોઈ એજન્ટ હોવાની કે મોસાદની એજન્ટ હોવાની ક્યાંય લખ્યું નથી, પરંતુ તેમ છતાં પણ મારા પર કેસ કરાયો છે. મારી સામે બદનક્ષીનો દાવો આધારવિહીન છે












