ગેરકાયદે
November 19, 2025. REUTERS/Jaimi Joy/Pool
બ્રિટિશ વડા પ્રધાન સર કીર સ્ટાર્મરે જણાવ્યું હતું કે યુકેની વર્તમાન અસાયલમ વ્યવસ્થા ગેરકાયદે ઇમિગ્રેશન માટે “નોંધપાત્ર આકર્ષણ” છે, હોમ મિનિસ્ટર શબાના મહેમૂદે સંસદમાં રજૂ કરેલા સુધારા તેનો મુકાબલો કરશે.
મહેમૂદના હાઉસ ઑફ કોમન્સના નિવેદન પહેલાં બહાર પાડવામાં આવેલા વિગતવાર નીતિ દસ્તાવેજમાં, સ્ટાર્મરે વ્યાપક ફેરફારોની હિમાયત કરી છે, જેમાં શરણાર્થીઓને સેટલમેન્ટ સ્ટેટસ મેળવવા માટે ૨૦ વર્ષનો વિસ્તૃત સમયગાળો અને જે દેશો ગેરકાયદે માર્ગો દ્વારા બ્રિટનમાં પ્રવેશતા તેમના નાગરિકોને પાછા લેશે નહીં તેમને વિઝા પેનાલ્ટી ફટકારવાનો સમાવેશ થાય છે.
સ્ટાર્મરે તેમની પ્રસ્તાવનામાં નોંધ્યું હતું કે, “યુકેની વર્તમાન અસાયલમ વ્યવસ્થા લોકોની ગેરકાયદે હેરફેર કરતા લોકો માટે એક મહત્ત્વનું આકર્ષણ છે… તે પછી કાયદેસર રીતે આવેલા માઇગ્રન્ટ્સ માટે અહીં આવ્યા પછી અસાયલમ પ્રણાલીમાં બદલવા માટે એક મજબૂત અને અવળું પ્રોત્સાહન પણ ઊભું કરે છે.”
 “સુધારા માટેનો કેસ સરળ છે. કે જો આપણે ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા લોકોની સંખ્યા ઓછી કરવા, ઓછું શોષણ અને સલામત અને કાયદેસર માર્ગો સાથેની વધુ ન્યાયી વ્યવસ્થા જોવા માંગતા હોઈએ, તો આપણે વધુ મજબૂત કડક અસર ધરાવતા અને સખત રીતે લાગુ કરાયેલા નિયમો સાથેના અભિગમની જરૂર છે.”
મહેમૂદ અસાયલમ સુધારાઓનું લાંબા સમયથી અપેક્ષિત નિવેદન રજૂ કરતી વખતે સંસદ સભ્યો દ્વારા સવાલોથી ઘેરાયા હતા, જેની સપ્તાહના અંતમાં ભારે ચર્ચા થઈ હતી અને જે દર્શાવે છે કે યુકે કડક ડેનમાર્ક મોડેલનું અનુસરણ કરશે.
મહેમૂદે કહ્યું, “આ નોંધપાત્ર સુધારા છે. આપણી અસાયલમ પ્રણાલી આધુનિક વિશ્વ માટે યોગ્ય હોવાનું સુનિશ્ચિત કરવા માટે તે ઘડાયા છે.”
તેમણે કહ્યું, “આગમનની સંખ્યા ઘટાડવી એ માત્ર અડધી વાત છે. આપણે તેમને પણ દૂર કરવા જોઈએ જેમને અહીં રહેવાનો કોઈ અધિકાર નથી. તાજેતરના મહિનાઓમાં અમે સીરિયાના નિષ્ફળ અસાયલમ શોધનારાઓને સ્વૈચ્છિક રીતે દૂર કરવાનું શરૂ કર્યું છે.”
યુકે હોમ ઓફિસે બહાર પાડેલા સત્તાવાર આંકડા મુજબ ૨૦૨૧ થી અત્યારસુધીમાં ૪,૦૦,૦૦૦થી વધુ લોકોએ યુકેમાં અસાયલમનો દાવો કર્યો છે અને આગમન ઝડપથી વધ્યું છે, ત્યારે ગેરકાયદે માઇગ્રન્ટ્સને પાછા કાઢવાની ગતિ જાળવી શકાઈ નથી.
મહેમૂદે કહ્યું, “આ દેશ પર તેની ગહન અસર પડી છે. હવે ૧,૦૦,૦૦૦ થી વધુ લોકો કરદાતાના પરસેવાની કમાણીમાંથી ખર્ચવામાં આવતા નાણા ઉપર બોજરૂપ બની અસાયલમ આવાસોમાં રહે છે.”

LEAVE A REPLY