યુકેના ઇન્ડો-પેસિફિક બાબતોનાં પ્રધાન પદે સીમા મલ્હોત્રાની નિમણૂક થયા પછી તેઓ 20 નવેમ્બરે ભારતની મુલાકાતે ગયા હતા. બંને દેશ વચ્ચે તાજેતરમાં થયેલા સીમાચિહ્નરૂપ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ને આગળ વધારવા માટે તેમની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે. આ એગ્રીમેન્ટના કારણે યુકેના GDPમાં વાર્ષિક £4.8 બિલિયનનો વધારો, વેતનમાં £2.2 બિલિયનનો વધારો અને દ્વિપક્ષીય વ્યાપારમાં £25.5 બિલિયનનો વધારો થવાની ધારણા છે. સીમા મલ્હોત્રાની આ મુલાકાતથી યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મરના તાજેતરના ટ્રેડ મિશનની સફળતાને વેગ મળ્યો છે. આ મુલાકાત દરમિયાન તેઓ ચેન્નાઈ અને બેંગલુરુમાં સફળ થનારા બ્રિટિશ બિઝનેસીઝ- ટેસ્કો, રીવોલ્ટ અને BTના અધિકારીઓને મળ્યા હતા. ત્યાં તેમને જાણવા મળ્યું હતું કે, યુકે અને ભારત વચ્ચેના FTAથી કંપનીઓ કેવી રીતે વૃદ્ધિ કરી રહી છે અને યુકેમાં રોકાણ પરત લાવવામાં મદદ મળી રહી છે.
બેંગલુરુમાં તેમણે બ્રિટિશ કાઉન્સિલનો મહિલાલક્ષી STEM શિષ્યવૃત્તિ પ્રોગ્રામ સાઉથ એશિયામાં ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેમાં £400,000ના મૂલ્યની 10 નવી શિષ્યવૃત્તિઓ હશે. આ ઉપરાંત તેમણે તમિલનાડુમાં બીજું વિઝા ફ્રોડ કેમ્પેઇન પણ શરૂ કર્યું હતું, જ્યાં તેમણે યુકે-ભારતના સંયુક્ત પ્રયાસો ભારતીય પરિવારોને શોષણથી બચાવવામાં કેવી રીતે મદદ કરી રહ્યા છે તેની માહિતી મેળવી હતી.

LEAVE A REPLY