The majestic City Palace in Udaipur

અમેરિકા સ્થિત ઉદ્યોગપતિ રાજુ રામલિંગા મન્ટેનાની પુત્રીના ઉદયપુરમાં ભવ્ય સમારંભમાં ગાયક-અભિનેત્રી જેનિફર લોપેઝ અને યુએસ પ્રેસિડેન્ટના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર સહિત અનેક વૈશ્વિક હસ્તીઓ શહેરમાં આવે તેવી અપેક્ષા છે. નેત્રા મંટેના NRI વામસી ગદીરાજુ સાથે લગ્ન કરશે અને લગ્નની ઉજવણી ચાર દિવસ એટલે 21થી 24 નવેમ્બર સુધી ચાલશે.

લગ્નની તૈયારીઓ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર ઋતિક રોશન અને રણબીર કપૂર સહિત ઘણા બોલિવૂડ કલાકારો પણ 600 મહેમાનોમાં સામેલ છે. શાહિદ કપૂર, માધુરી દીક્ષિત, કૃતિ સેનન અને જેકલીન ફર્નાન્ડીઝ ઉદયપુર પહોંચ્યા છે. લોપેઝ અને દક્ષિણ આફ્રિકાના ડીજે-નિર્માતા બ્લેક કોફી મહેમાનો માટે પર્ફોર્મ કરે તેવી શક્યતા છે.

મહેમાનોના સ્વાગત માટે અહીંની લીલા પેલેસ હોટેલને ભવ્ય લાલ થીમમાં સજાવવામાં આવી છે.અન્ય સ્થળોને પણ ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યા છે.

લીલા પેલેસ ઉપરાંત, ઉદયપુર સિટી પેલેસ અને જગમંદિરના માણેક ચોક અને ઝેનાના મહેલમાં સમારોહ યોજાશે.ગુરુવારે રાત્રે ધ લીલા પેલેસ ખાતે ડચ ડીજે-નિર્માતા ટિએસ્ટોએ પરફોર્મ કર્યું હતું. પરંપરાગત રાજસ્થાની નૃત્ય મંડળીઓ અને મંગનિયાર કલાકારોએ પણ કાર્યક્રમો રજૂ કર્યા હતાં.

શુક્રવારે, સિટી પેલેસના ઝેનાના મહેલમાં એક સંગીતમય સાંજનું આયોજન કરાયું હતું. હલ્દી સમારોહ 22 નવેમ્બરના રોજ યોજાશે અને લગ્ન સમારોહ 23 નવેમ્બરની સવારે જગમંદિર ખાતે યોજાશે. રિસેપ્શન 23 નવેમ્બરની સાંજે યોજાશે. મહેમાનો 24 નવેમ્બરના રોજ ડાબોક એરપોર્ટથી ચાર્ટર્ડ ફ્લાઇટમાં રવાના થશે.

કોણ છે રાજ રામલિંગા મંટેના?

બિલિયોનેર રાજ મંટેના અમેરિકા સ્થિત અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની ઇન્જેનસ ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને સીઈઓ છે. મેન્ટેના હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ આદરણીય નામ છે, તેમણે ICORE હેલ્થકેર, ઇન્ટરનેશનલ ઓન્કોલોજી નેટવર્ક (ION) અને ઓન્કોસ્ક્રિપ્ટ્સની સ્થાપના કરી છે.

ઇન્જેનસ ફાર્માસ્યુટિકલ્સ યુએસ, સ્વિટ્ઝર્લૅન્ડ અને ભારતમાં અત્યાધુનિક રિસર્ચ એન્ડ ડેવલપેન્ટ સેન્ટર ચલાવે છે. મન્ટેના પાસે યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડમાંથી ક્લિનિકલ ફાર્મસી ડિગ્રી છે તેમજ જવાહરલાલ નેહરુ ટેકનોલોજીકલ યુનિવર્સિટી (JNTU)માંથી કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી છે.

તેમના પુત્રી નેત્રા પણ અત્યંત ખાનગી જીવન અને સોશિયલ મીડિયા પર કે જાહેરમાં ભાગ્યે જ દેખાય છે. વરરાજા, વામસી ગદીરાજુ સુપરઓર્ડરના સહ-સ્થાપક અને ચીફ ટેકનોલોજી ઓફિસર છે. તેમની રેસ્ટોરાંને ડિલિવરી અને ટેકઅવે કામગીરીને સુવ્યવસ્થિત કરવામાં મદદ કરે છે. તેમના ઉદ્યોગસાહસિક કાર્યએ તેમને વૈશ્વિક ફૂડ-ટેકમાં ઉભરતા વ્યક્તિ તરીકે સ્થાન આપ્યું છે.

 

LEAVE A REPLY