ઇસ્ટ લંડનના બાર્કિંગના વિવેનહો રોડ પર રહેતા ભૂતપૂર્વ ઇસ્લામિક શિક્ષક હાફેઝ અશરફ ઉદ્દીનને 1985થી 1999ની વચ્ચે ઇપ્સવિચમાં ઇસ્લામિક અભ્યાસ કરવા આવતા બાળકો પર જાતીય હુમલા કરવા બદલ જેલની સજા ફટકારવામાં આવી છે.

71 વર્ષીય હાફેઝ અશરફ ઉદ્દીનને 5 જૂને 7 થી 14 વર્ષની છ છોકરીઓ પર અભદ્ર હુમલાના 13 ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આ ગુનાઓ થયા હતા, ઉદ્દીન શહેરમાં ભણાવતા હતા.

21 નવેમ્બરના રોજ ઇપ્સવિચ ક્રાઉન કોર્ટમાં તેને 12 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ઉદ્દીને આજીવન જાતીય અપરાધીઓના રજિસ્ટરમાં પણ સહી કરવી પડશે. તેણે કુલ 22 આરોપોનો સામનો કર્યો હતો પરંતુ નવમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

ઉદ્દીને એક વખત ભણવા આવેલી પીડિતાના ટ્રાઉઝરમાંથી હાથ નાખ્યો હતો, અને અન્ય છોકરીઓના સ્તનોને સ્પર્શ કરવાનો અથવા સ્તનને દબાવવાના અનેક ગુનાઓનો સમાવેશ થતો હતો.

ડિટેક્ટીવ ઇન્સ્પેક્ટર ડોના હોપરે જણાવ્યું હતું કે ઉદ્દીને સમુદાયમાં પોતાના વિશ્વસનીય પદનો દુરુપયોગ કર્યો હતો અને તેના ભોગ બનેલ છોકરીઓને કાયમી નુકસાન પહોંચાડ્યું હતું. દિકરીઓની ઘણા વર્ષો પછી ન્યાય માંગવા આગળ આવવાની તેમની હિંમતની પ્રશંસા કરી હતી. સફોક પોલીસે વધુ માહિતી ધરાવતા કોઈપણને ઓપરેશન પિકટનને ટાંકીને સાઉથ સેફગાર્ડિંગ ઇન્વેસ્ટિગેશન યુનિટનો સંપર્ક કરવા વિનંતી કરી હતી.

LEAVE A REPLY