ભારતીય

ભારતીય ભાગેડુ નીરવ મોદીને દેશમાં પરત લાવવાના પ્રયાસો સઘન બનાવવામાં આવ્યા છે. ભારતની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) જેવી એજન્સીઓની ટીમ પ્રત્યાર્પણ સંબંધિત કેસની સુનાવણીમાં ભાગ લેવા ટૂંક સમયમાં લંડન જશે. નીરવ મોદીએ લંડનની કોર્ટમાં આ દાવો કર્યો છે કે, જો તેને ભારત લઇ જવામાં આવશે તો તેને પરેશાન કરવામાં આવશે અથવા તો ખરાબ વ્યવહાર કરાશે. જે અંગે ભારતીય ટીમ આ દાવા સામે કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે અગાઉથી યુકે સરકારને જણાવ્યું હતું કે, નીરવ મોદીને ભારત લઇ ગયા પછી તેમની સામે માત્ર કોર્ટની કાર્યવાહી જ થશે અને અન્ય કોઈપણ એજન્સી તેમને હેરાન કરશે નહીં. ભારતની ટીમ 14 ડિસેમ્બરથી લંડનમાં હાજર રહેશે. આ કેસની મહત્વની સુનાવણી 16 ડિસેમ્બરે થવાની સંભાવના છે. આ સુનાવણી અત્યંત મહત્વપૂર્ણ હશે. કારણ કે, એ વખતે નક્કી થશે કે નીરવ મોદીની અંતિમ અપીલ સ્વીકારાશે કે પછી ભારતમાં તેનું પ્રત્યાર્પણ કરવામાં આવશે.
નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંકનો નકલી લેટર ઓફ અંડરટેકિંગ બનાવીને દેશમાંથી મોટી રકમ વિદેશ મોકલવાનો આરોપ છે. તેણે તેની કંપનીઓ દ્વારા આ રકમ દેશની બહાર મોકલી હતી અને પછી પોતે વિદેશ ફરાર થઇ ગયા હતા.

LEAVE A REPLY