. (PTI Photo/Shailendra Bhojak)

દક્ષિણ આફ્રિકા સામે વિશાખાપટ્ટનમમાં 6 ડિસેમ્બરે રમાયેલી ત્રીજી વનડે મેચમાં ભારતે નવ વિકેટે શાનદાર વિજય મેળવીને સિરિઝ પર 2-1થી કબજો કર્યો હતો.પહેલા બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 47.5 ઓવરમાં 270 રન બનાવ્યા હતાં અને ભારતને જીત માટે 271 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ભારતે 39.5 ઓવરમાં 1 વિકેટના નુકસાને 271 રન બનાવીને ભવ્ય જીત હાંસલ કરી હતી.

ભારતીય ટીમની જીતમાં યશસ્વી જયસ્વાલની મહત્ત્વની ઈનિંગ રહી હતી. તેને 121 બોલમાં અણનમ 116 રન બનાવ્યાં હતાં, જેમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતાં. યશસ્વીના વન-ડે કરિયરની આ પહેલી સદી હતી. વિરાટ કોહલીએ 65 રન અને રોહિત શર્મા 75 રન કરીને ફરી એક સારો દેખાવ કર્યો હતો.

રાંચીમાં રમાયેલી પહેલી વનડેમાં ભારતે 17 રનથી શાનદાર જીત મેળવી હતી. રાયપુર વનડેમાં સાઉથ આફ્રિકાએ વાપસી કરતા 4 વિકેટથી જીત હાંસલ કરી હતી.

39મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકારી વિરાટ કોહલીએ પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. કોહલીએ 40 બોલમાં 2 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી અડધી સદી પૂરી કરી હતી. રોહિત શર્માએ ત્રણ છગ્ગા, સાત ચોગ્ગા સાથે 73 બોલમાં ધુંઆધાર 75 રન ફટકાર્યા હતો. રોહિત શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 20 હજાર રન પૂર્ણ કર્યા. 20 હજારથી વધુ રન બનાવનારો તે ભારતનો ચોથો ખેલાડી છે.

LEAVE A REPLY