સોની
ANI video grabe

અમેરિકાના રેડમંડ સિટી કાઉન્સિલમાં ચૂંટાયા પછી મેનકા સોનીએ ભગવદ ગીતા નામ શપથ લેનાર અમેરિકાના પ્રથમ ભારતીય મહિલા બનીને ઇતિહાસ રચ્યો હતો. લખનૌની મુલાકાત આવેલા રેડમંડ સિટી કાઉન્સિલરે વોશિંગ્ટન રાજ્યમાં તેમની ચૂંટણી સફરને યાદ કરી હતી. તેમણે જેરાલી એન્ડરસનને મોટા માર્જિનથી હરાવ્યા હતાં.

કાઉન્સિલર સોનીએ જણાવ્યું હતું કે “હું બાળપણથી જ આધ્યાત્મિક રહી છું. શપથ દરમિયાન ગીતા હાથમાં રાખવી મારા મૂલ્યો અને ભારતના સાંસ્કૃતિક વારસાનું સન્માન કરવાનો મારો માર્ગ હતો. મારા ઘરમાં એક મંદિર છે અને હું શાકાહારી છું. મારે શપથ લેવાના હતાં, ત્યારે હું ઇચ્છતી હતી કે ગીતાના ઉપદેશો મારી સાથે રહે. હું ત્યાં સાંઈ બાબાના મંદિરમાં પણ ગઈ હતી.”

ચૂંટણી સફર અંગે સોનીએ કહ્યું હતું કે દરેક દરવાજા ખટખટાવ્યા પછી અને દરેક ચર્ચામાં ભાગ લીધા પછી તેમને લગભગ 60 ટકા મત મેળવ્યાં હતાં, તેનાથી લોકોને વિશ્વસનીયતા બતાવવા દર્શાવવા અને લોકોનો વિશ્વાસ જીતવામાં મદદ મળી હતી. તેઓ હાલમાં સિએટલમાં પાંચ બોર્ડમાં સેવા આપે છે.

રેડમંડ માટે પોતાની પ્રાથમિકતાઓ વિશે તેમણે જણાવ્યું હતું કે તેઓ પોસાય તેવા આવાસ, સમુદાય સહાય અને તમામ રહેવાસીઓ માટે સલામતી જેવા મુદ્દા પર ભાર મૂકે છે. તેમનો એક પ્રાથમિક ધ્યેય રેડમંડમાં દિવાળીને માન્યતા આપવાનો છે, જેથી આગામી દિવાળી સુધીમાં તેને રજા તરીકે મનાવી શકાય.

LEAVE A REPLY