ગુજરાત સ્થિત જાણીતી ડેરી બ્રાન્ડ અમૂલે આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશન (AFA)ની સત્તાવાર પ્રાદેશિક સ્પોન્સર તરીકેની ભાગીદારીને સતત ચોથા વર્ષે રિન્યૂ કરી છે. આ ભાગીદારી ફીફા વર્લ્ડ કપ 2027ના સમયગાળા સુધી ચાલુ રહેશે.
અમૂલ આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના ખેલાડીઓની દર્શાવતી નવી પ્રોડક્ટ્સ શ્રેણી રજૂ કરશે અને ભારતીય બજાર માટે વિશિષ્ટ રૂપે ડિઝાઇન કરાયેલ મર્યાદિત આવૃત્તિની પ્રોડક્ટ્સ અને પ્રશંસકોના યાદગાર અનુભવો પણ રજૂ કરશે.
અમૂલ-ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. જયેન મહેતાએ જણાવ્યું હતું કે ફૂટબોલની જેમ જ અમૂલ સરહદ પાર લોકોના હૃદય જોડે છે. ફીફા વર્લ્ડ કપ ૨૦૨૨ના વિશ્વ વિજેતા સાથે અમારી ભાગીદારી ચાલુ રાખવાનો અમને ગર્વ છે. આ ભાગીદારી, રમત અને પોષણ બન્નેને આગળ ધપાવતી સહિયારી ઉર્જાનો ઉત્સવ છે, કારણ કે દૂધ એ પેઢીઓથી ખેલાડીઓને શક્તિ આપે છે.”
આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ક્લાઉડિયો ફેબિયન ટાપિયાએ જણાવ્યું કે, અમૂલનું સતત સમર્થન ભારતમાં આર્જેન્ટિના ફૂટબોલ માટે વધતા ઉત્સાહને પ્રતિબિંબિત કરે છે.












