અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં ઘર્ષણનો અંત લાવવા માટે તેમની 20-પોઇન્ટ પીસ પ્લાન બીજા તબક્કાના નિરિક્ષણ માટે ‘બોર્ડ ઓફ પીસ’ બનાવીને તેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની નિયુક્ત કરી છે. ટ્રમ્પે તેમાં સમાવેશ કરાયેલા મહાનુભાવોની યાદી પણ જાહેર કરી છે. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ યાદીમાં યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયો, ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેર, ટ્રમ્પના વિશેષ પ્રતિનિધિ સ્ટીવ વિટકોફ, વર્લ્ડ બેંક ગ્રુપના પ્રેસિડેન્ટ અજય બાંગા અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમાં અપોલો ગ્લોબલ મેનેજમેન્ટના સીઈઓ, માર્ક રોવાન અને યુએસ ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર રોબર્ટ ગેબ્રિયલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગે વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, ‘એક્ઝિક્યુટિવ બોર્ડ સભ્ય ગાઝાની સ્થિતિ અને લાંબા ગાળાની સફળતા માટે મહત્વપૂર્ણ કામગીરીનું નિરીક્ષણ કરશે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ, બોર્ડ ઓફ પીસના ચેરમેન છે, તેમણે આર્યહ લાઇટસ્ટોન અને જોશ ગ્રુએનબૌમની બોર્ડના સીનિયર એડવાઇઝર તરીકે નિમણૂક કરી છે.

LEAVE A REPLY