કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની માર્ચના પહેલા અઠવાડિયામાં ભારતની મુલાકાત લેશે તથા યુરેનિયમ, ઊર્જા, ખનિજો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગેના સોદાઓ પર હસ્તાક્ષર કરશે, એમ કેનેડામાં ભારતના હાઈ કમિશનર દિનેશ પટનાયકે જણાવ્યું હતું.
અમેરિકા પરની નિર્ભરતામાં ઘટાડો કરવા માટે કાર્ની પ્રયાસો કરી રહ્યાં છે ત્યારે તેમની ભારત મુલાકાતની શક્યતા છે. અગાઉ તેમને ચીનની મુલાકાત લીધી હતી અને એક પ્રારંભિક વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં.
2023માં તેમના પુરોગામી જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર શીખ અલગતાવાદી નેતાની હત્યામાં સંડોવણીનો આરોપ લગાવ્યા બાદ કાર્ની ભારત સાથેના સંબંધોને ફરીથી સ્થાપિત કરી રહ્યા છે. ગયા વર્ષે કાર્નીના આમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રુપ ઓફ 7 સમિટમાં હાજરી આપી હતી અને કાર્નીના ઘણા પ્રધાનો ભારતની યાત્રા કરી ચૂક્યા છે. કેનેડાના ઉર્જા મંત્રી ટિમ હોજસન આ અઠવાડિયે ભારતની મુલાકાતે આવી રહ્યા છે અને તેમણે કહ્યું કે કાર્નીના પ્રવાસનો સમય હજુ નક્કી થયો નથી. આ વર્ષે કોઈ સમયે વડા પ્રધાનની મુલાકાત લેવાની યોજના છે, તે આપણે કેટલી પ્રગતિ કરીએ છીએ તેના પર નિર્ભર રહેશે.













