(PTI Photo)

અમદાવાદમાં 12 જૂન 2025ના એર ઇન્ડિયા પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અમેરિકાના એવિયેશન સેફ્ટી કેમ્પેનર સંગઠનને ચોંકાવનારો દાવો કર્યો હતો કે આ દુર્ઘટનાગ્રસ્ત વિમાન અગાઉથી ટેકનિકલ ખામીઓનો લાંબો ઇતિહાસ ધરાવતું હતું. વિમાનમાં વારંવાર એન્જિનિયરિંગ, ઉત્પાદન, ગુણવત્તા અને જાળવણીની સમસ્યાઓ ઉભી થયેલી હતી, જેમાં ઉડાન દરમિયાન એક વખત આગ લાગી હોવાનાનું પણ માનવામાં આવે છે. ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટીએ તેનો રીપોર્ટ અમેરિકી સેનેટને પણ સોંપ્યો હતો.

તેની પાસેના ઉપલબ્ધ દસ્તાવેજોને આધારે ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી (FAS) દાવો કર્યો હતો કે એર ઈન્ડિયાનો હિસ્સો બન્યા બાદથી જ આ વિમાનમાં સતત ટેકનિકલ ખામીઓ આવી રહી હતી. વિમાનમાં એન્જિનિયરિંગ, ગુણવત્તા અને જાળવણીમાં નોંધપાત્ર ખામીઓ હતી. રિપોર્ટમાં ઈલેક્ટ્રોનિક, સોફ્ટવેર, વારંવાર સર્કિટ બ્રેકર્સનું ટ્રીપ થવું, ખરાબ વાયરિંગ, શોર્ટ સર્કિટ, વીજળી પુરવઠામાં ઘટાડો અને પાવર સિસ્ટમ ગરમ થવા જેવી અનેક સમસ્યાઓનો ઉલ્લેખ કરાયો હતો.

આ અંગે પ્રતિક્રિયા આપતાં બોઈંગના પ્રવક્તાએ જણાવ્યું કે “અમે સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના પ્રોટોકોલનું પાલન કરીએ છીએ. ભારતમાં થયેલી વિમાન દુર્ઘટનામાં AAIB (વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો)નો જે પણ નિર્ણય હશે, અમે તેનું પાલન કરીશું.

આ મુદ્દે એર ઈન્ડિયાની કોઇ પ્રતિક્રિયા મળી શકી ન હતી. અગાઉ AAIBએ પોતાના પ્રારંભિક રિપોર્ટમાં ફ્યુઅલ સ્વિચ બંધ થવાને કારણે પ્લેન ક્રેશ થયું હોવાના સંકેત આપ્યાં હતાં.

FAS જણાવ્યું હતું કે બોઈંગ 787 પ્રોગ્રામ તેના નિર્ધારિત સમય કરતાં 3 વર્ષ પાછળ ચાલી રહ્યો છે અને તેનું બજેટ અબજો ડોલર વધી ગયું છે. 2000થી વધુ બોઈંગ 787 વિમાનોમાં સિસ્ટમ ફેલિયરની ઘટનાઓ બની ચૂકી છે.અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત બનેલું વિમાન 2011માં બનીને તૈયાર થયું હતું અને 28 જાન્યુઆરી, 2014ના રોજ તેને એર ઈન્ડિયાને સોંપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY